વડોદરા શહેર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા વડોદરાના નેજા હેઠળ આજે અલકાપુરી ખાતે આવેલી બેંક પાસે આઉટસોર્સિંગના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓએ હાજર રહીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યકત કર્યો હતો.
40 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે
આ અંગે BOB કર્મચારી સંઘ અને લોકલ કમિટી સભ્ય મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બેંક મેનેજમેન્ટ દ્વારા 8 હજાર જેટલા કર્મચારીઓને આઉટસોર્સિંગ ભરતીનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ અન્ય જગ્યાઓની પણ આઉટ સોર્સિંગ પ્રક્રિયા હાથ ધરાશે. જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. વહેલી તકે નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી 30 મેના રોજ દેશભરના 40 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઊતરશે.
ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચાલુ રહેશે
ડેપ્યુટી જનરલ સેક્રેટરી લેખનભાઈ ચંદાણીએ જણાવ્યું હતું કે, બેંકના સત્તાધીશો દ્વારા 27 એપ્રિલનાં રોજ ખાનગી એજન્સીને 8 હજાર કર્મચારીઓની ભરતી માટે કોન્ટ્રાક્ટ ફાળવી દીધો છે. આજે આખો દિવસ અમે ધરણાં પર બેસી વિરોધ દર્શાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે. હવે ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.