તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bank Of Baroda Jetalpur Branch Loan And Cash Credit Scam Exposed, Single Family Opens 14 Companies On Paper, Rs 15.21 Crore Outstanding

નોટિસ:બેંક ઓફ બરોડાના અધિકારીએ પ્રોપરાઇટરને 1.04 કરોડ રૂપિયા ચૂકવવા નોટિસ આપી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેંક ઓફ બરોડા દ્વારા મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વડોદરા શહેરની બેંક ઓફ બરોડાની જેતલપુર બ્રાન્ચમાંથી મહેશ અડવાણીના પરિવારજનોએ કંપનીઓ ખોલીને લોન લીધી હતી. જેમાંથી રૂ. 1.04 કરોડની બાકી વસૂલાત રહેતા તેઓને વિલફુલ ડિફોલ્ટર તરીકે જાહેર કરી બેંક ઓફ બરોડા દ્વારા સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ વર્ષ-2002ના કાયદા મુજબ મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

20 એકાઉન્ટ બેંકના અધિકારીઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા અને કરચિયા રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક C-14માં વિવિધ કંપનીઓ ખોલનાર મહેશ તુલસીદાસ અડવાણી, નિર્મલા મહેશ અડવાણી, ભરત મહેશ અડવાણી, રીતુ મહેશ અડવાણી અને કિશોરી મહેશ અડવાણીએ વડોદરાની બેંક ઓફ બરોડાની જેતલપુર બ્રાન્ચમાંથી વર્ષ-2018માં લોન અને કેશ ક્રેડિટ મેળવી હતી, તેમાંથી કેટલીક રકમ તેઓએ ભરપાઈ કર્યાં બાદ કંપનીઓના નામે 20 એકાઉન્ટ બેંકના અધિકારીઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા.

બેંકે વીલ ફુલ ડિફોલ્ટર તરીકે જાહેર કર્યાં
આ તમામ એકાઉન્ટ 12 ઓક્ટોબર 2018થી 12 માર્ચ 2019 દરમિયાન રોજ બેંક દ્વારા વીલ ફુલ ડિફોલ્ટર તરીકે જાહેર કરી એન.પી.એ કરવામાં આવ્યા હતા. બેંક ઓફ બરોડાએ કંપનીઓને માત્ર એક કંપનીની સ્થાવર મિલકત અને કંપનીની મશીનરી તેમજ ઉત્પાદનના સ્ટોક પર બારોબાર લોન પધરાવી દીધી હોવાનું બહાર આવ્યું હતું મહેશ અડવાણી ગ્રુપની કંપનીઓ દ્વારા સમયસર નાણાં ભરપાઇ નહીં કરતા આખરે બેંકના સત્તાવાળાઓએ કંપનીની સાવલી તાલુકાના કરચિયા સ્થિત રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા પ્લોટ નંબર સી/14 અને સી/2 મિલકતના જમીને દફ્તર પર બોજો દાખલ કરાવી માત્ર સિમ્બોલિક પઝેશન મેળવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...