આદેશ:બેંકને રૂ.11.42 કરોડનો ચૂનો ચોપડનારના જામીન નામંજૂર, લોનનું ક્લોઝર સર્ટિફિકેટ બનાવી છેતરપિંડી કરી હતી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોનની રકમ ઉપાડી લીધા બાદ વ્યાજ પણ ચૂકવ્યું નહોતું

બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી 7.50 કરોડની લોન મેળવી વ્યાજ સહિત 11.42 કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ મૂકેલી જામીન અરજી કોર્ટે નામજૂર કરી હતી. બંધન બેંકના ક્લસ્ટર હેડે ફરિયાદ નોંધાવી હતી કે, પ્રકાશ પ્રદ્યુમન દવેએ બંધન બેંકની શાખામાં બિઝનેસ હેતુ સીસી લોનની માગ કરી હતી. બેંક મેનજરે પ્રોજેક્ટ સાઈટ અને પ્લાન્ટ વિઝિટ કરી કાગળો સીસી લોન માટે કોલકતા મોકલ્યા હતા. જ્યાંથી ડોક્યૂમેન્ટ વેરિફિકેશન થયા બાદ પ્રકાશ અને પત્નીના નામે 7.50 કરોડની સીસી લોન સેન્ક્શન કરી હતી.

લોન મંજૂર થયા બાદ નાણાં ઉપાડી લેવાયા બાદ વ્યાજની રકમ ભરપાઈ કરી ન હતી અને લોનનું ક્લોઝર સર્ટિફિકેટ કે એનઓસી ડુપ્લિકેટ બનાવી બેંકને વિશ્વાસમાં લઇ લોન ભરપાઈ ન કરી છેતરપિંડી આચરાતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પ્રકાશ દવેની ધરપકડ કરી હતી. પ્રકાશ દવેએ જામીન અરજી મૂકતાં તેની સુનાવણીમાં સરકાર તરફે એડવોકેટ અનિલ દેસાઇ હાજર રહ્યા હતા. કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...