સુમનદીપમાં રેગીંગની ઘટના બાદ ગોત્રી મેડિકલ કોલેજના સત્તાધીશો પણ એલર્ટ થઇ ગયા છે. ગોત્રી મેડિકલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રાત્રે 12 પહેલાં જ આવી જવું પડશે. 12 પહેલા નહિ આવી શકનારાએ મોડુ થવા અંગેનું કારણ આપવું પડશે.
સુમનદીપ વિદ્યાપીઠમાં રેંગીગનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ અન્ય મેડિકલ કોલેજો પણ એલર્ટ થઇ ગઇ છે. જેના ભાગ રૂપે ગોત્રી મેડિકલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાત્રે 12 વાગ્યા પહેલા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ બહાર ગયા હોય તો પરત આવી જવું પડશે. જો કોઇ પણ કારણોસર મોડું થઇ જાય તો તેના મોડું કેમ થયું તે માટેનું યોગ્ય કારણ પણ રજૂ કરવું પડશે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મોડી રાત સુધી બહાર પણ ફરતા હોય તેવી વિગતો પણ બહાર આવી છે. જેના કારણે તેમના અભ્યાસ પણ અસર થતી હોય છે.
ગોત્રી મેડિકલ હોસ્ટેલમાં ફૂડ ડિલિવરી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફૂડ ડિલિવરીના પગલે બહારની વ્યક્તિઓની પણ અવર જવર આસાન રહેતી હતી. જેના કારણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે.આમ, સુમનદીપની ઘટના બાદ અન્ય મેડિકલ હોસ્ટેલમાં પણ તંત્ર દ્વારા વધુ સતર્કતા રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.