નિર્ણય:સળગતું ફાનસ, ગુબ્બારા અને ફુગ્ગા ચઢાવવા પર પ્રતિબંધ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉત્તરાયણને ધ્યાનમાં રાખી પો. કમિશનરનું જાહેરનામું

આગામી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી કેટલાક લોકો જાહેરમાર્ગ કે મકાનના ભયજનક ધાબા પરથી સળગતું ફાનસ, ગુબ્બારા કે ફુગ્ગા ચઢાવે છે તેની સામે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં એરપોર્ટ હોય આવા કૃત્યો ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓની જાનમાલને નુકસાન થવાનો સંભવ રહે છે. આ ઉપરાંત જાહેરમાર્ગ તથા જાહેર સ્થળો પર અમુક ગૌપાલકો ઢોરને ચારો નાખતા હોય છે તથા ચારાનું વેચાણ કરતા હોય છે.

આથી ટ્રાફિક નિયમન કામગીરીમાં નડતર થવા સંભવ હોય, જેના લીધે લોકોને ભય હરકત અને આવાગમન ટ્રાફિકને અડચણ થાય છે. આમ, પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા કોઇ પણ વ્યક્તિએ વ્યક્તિઓની જિંદગી ભયમાં મૂકાય, મિલકતને નુકસાન થવાનો સંભવ હોય તે રીતે મકાનના ધાબા પરથી સળગતી ફાનસ,ગુબ્બારા કે ફુગ્ગા સાથે દિવસે-રાત્રે ચઢાવવામાં આવે છે. જેથી આવા કૃત્યોથી ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓના જાનમાલને નુકસાન થવાનો સંભવ હોય, કોઇએ આ પ્રકારનું કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...