તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ban On Bathing In Narmada And Mahisagar Rivers Passing Near Vadodara On Holi Dhuleti Day, Collector's Decision Due To Corona Explosion

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામુ:હોળી-ધૂળેટીના દિવસે વડોદરા પાસેથી પસાર થતી નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ, કોરોના વિસ્ફોટને કારણે કલેક્ટરનો નિર્ણય

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા પાસે મહીસાગર નદી પરનો સિંધરોટ ચેકડેમ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા પાસે મહીસાગર નદી પરનો સિંધરોટ ચેકડેમ(ફાઇલ તસવીર)
  • વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને નર્મદા-મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મૂક્યો
  • દર વર્ષે સિંધરોટ, લાંછનપુર, દીવેર અને નારેશ્વર ખાતે લોકો ન્હાવા માટે ઉમટે છે

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના દિવસે દિવસે વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને આગામી હોળી ધૂળેટીના બે દિવસ વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી અને નર્મદા નદીના ન્હાવા લાયક સ્થળો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

કોરોના સંક્રમણને લઇને કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું
ઉલ્લેખનીય છે કે ધૂળેટીના દિવસે વડોદરા નજીક આવેલા સિંધરોટ ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર, અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. હાલમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના બે દિવસ માટે મહીસાગર અને નર્મદા નદી કિનારાના ન્હાવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદી(ફાઇલ તસવીર)
નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદી(ફાઇલ તસવીર)

શહેરમાં રોજ 150થી વધુ કેસો સામે આવી રહ્યા છે
વડોદરા શહેરમાં કોરોનાના રોજના કેસો 150ને પાર કરી ચુક્યા છે અને તેમાં પણ દિવસે દિવસ સતત વધારો થઈ રહ્યો છે. તે સાથે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા હોળી અને ધૂળેટી સાર્વજનિક રીતે ન મનાવવા માટે એસ.ઓ.પી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇનને પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને નદી કિનારાના ન્હાવા લાયક સ્થળો ઉપર બે દિવસ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યુ છે.

નર્મદા અને મહીસાગર નદીના કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
વડોદરા જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ શહેર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોળીના દિવસની સવારથી ધૂળેટીના તહેવારની મોડી રાત સુધી મહીસાગર અને નર્મદા કિનારાના ન્હાવા લાયક આવેલા સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જે લોકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદી(ફાઈલ તસવીર)
લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદી(ફાઈલ તસવીર)

સિંધરોટ, લાંછનપુર, દીવેર અને નારેશ્વર ખાતે લોકો ન્હાવા માટે ઉમટે છે
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈ વડોદરા નજીક આવેલ સિંધરોટ ચેકડેમ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલાં લાછનપુરા, શિનોર તાલુકાના દીવેર મઢી નર્મદા નદીનો પટ અને કરજણ તાલુકાના નારેશ્વર નર્મદા નદીના ઘાટ પર હોળી અને ધૂળેટીના બે દિવસ ન્હાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો