શિક્ષણ સમિતિમાં 2500 જેટલા વિદ્યાર્થીઓને ધો.1 માટે 6 વર્ષની મર્યાદા નડે તેવી સ્થિતી સર્જાઇ છે. વિદ્યાર્થીઓને બાલવાડી રીપીટ ના કરવી પડે અને વર્ષ ના બગડે તે માટે બાલવાટીકા શરૂ કરવામાં આવશે. શિક્ષણ સમિતિ દ્વારા 90 જટેલી બાલવાડી ચલાવવામાં આવે છે. જેમાં 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલીત 90 જેટલી બાલવાડીઓમાં 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી 2500 જેટલા વિદ્યાર્થીઓ 6 વર્ષની ઉંમર પૂરી કરતા ના હોવાથી આગામી નવા વર્ષે ધો.1માં પ્રવેશ નહિ મેળવી શકે તેવી સ્થિતી સર્જાઇ છે. જોકે આ વિદ્યાર્થીનું વર્ષ ના બગડે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા આગામી વર્ષથી બાલવાટીકા શરૂ કરવામાં આવનાર છે. શાસનાધિકારી ધમેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિ સંચાલિત બાલવાડીમાં 3થી 4 વર્ષની વયના બાળકો જુનીયર કેજી અને 4થી 5 વર્ષની વયના બાળકો સીનીયર કેજીમાં અભ્યાસ કરી રહ્યા છે.
હવે ધોરણ 1માં પ્રવેશ માટેની વયમર્યાદાનો 6 વર્ષનો નિયમ આવ્યો છે. ત્યારે 5થી 6 વર્ષની વય ધરાવતા બાળકો માટે બાલવાટીકા શરૂ કરવામાં આવનાર છે. જેના પગલે વિદ્યાર્થીઓને ફરીથી સીનીયર કેજી રીપીટ કરવું ના પડે. 90 જેટલી બાલવાડીમાં 5 હજાર જટેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે તેમાંથી 2500 જેટલા વિદ્યાર્થીઓ સીનીયર કેજીમાં છે, જેઓ 6 વર્ષ કરતાં ઓછી વયના છે, તેઓ ધોરણ 1માં પ્રવેશ નહિ મેળવી શકે. તે બાળકો બાલવાટીકામાં અભ્યાસ કરશે. ગત વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 1માં 4686 નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ તો માત્ર શિક્ષણ સમિતિની બાલવાડીના જ હતા.
બાલવાટીકાને નવી પોલિસી પ્રમાણે ચલાવાશે
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી નેશનલ એજયુકેશન પોલીસીનો સ્કૂલોથી લઇ કોલેજ સુધી અમલ કરાશે. શિક્ષણ સમિતિ પણ તે અંતર્ગત જ બાલવાટીકા શરૂ કરવા જઇ રહી છે. અત્યારે ચાલતી બાલવાડીનું માળખું બદલીને બાલવાટીકામાં મર્જ કરી દેવાશે. બાલવાડીનું નામ બાલવાટીકા કરી દેવામાં આવશે.
વયમર્યાદાના નિયમથી સમિતિમાં સંખ્યા ઘટશે
નવા શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1માં સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. ગત વર્ષે 4686 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં સમિતિની બાલવાડીના બાળકો હતા. આ વખતે 2500 બાલવાડીના વિદ્યાર્થીઓ ધોરણ 1 માં પ્રવેશ નહિ મેળવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.