તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:બીઆરજી ગ્રૂપના આદ્ય સ્થાપક અને શિક્ષણવિદ બકુલેશ ગુપ્તાનું નિધન

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં 28થી વધુ વર્ષથી શિક્ષણ, રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહેનાર બીઆરજી ગ્રૂપના સંચાલક બકુલેશ ગુપ્તાનું 69 વર્ષની વયે નિધન થયું છે.બકુલેશ ગુપ્તા સમાજના હિતચિંતક હતા. તેમણે ગૃહ નિર્માણ ક્ષેત્રની સાથે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વિકાસના ક્ષેત્રમાં અગ્રેસર યોગદાન આપ્યું છે. સંસ્કાર નગરીની પ્રતિષ્ઠાને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરનારા અનેક કાર્યક્રમોની આગેવાની તેમણે કરી હતી. તેમની અધ્યક્ષતામાં કાર્યરત શાળાઓના માધ્યમથી રાજ્યમાં રમત-ગમતના વિકાસને પીઠબળ મળ્યું છે.

તેઓ પોતાની શિક્ષણ સંસ્થાઓને પોતાનો પરિવાર ગણતા અને પિતૃ વત્સલતા સાથે સહુની કાળજી લેતા હતા. બીઆરજી ગ્રૂપની શાળાઓમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓનાં બાળકોને નિ:શુલ્ક શિક્ષણ અપાય છે. કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેમણે વિકાસનાં કામો અને કાર્યક્રમો શહેર તેમજ રાજ્યમાં કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી કિડનીની બીમારીથી ઝઝૂમ્યા બાદ ગત મોડી રાત્રે બકુલેશ ગુપ્તાએ અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ પત્ની લતાબેન ગુપ્તા, પુત્ર સરગમ ગુપ્તા, પુત્રી ડો.સપના, જમાઇ હેમાંગ પટેલ તથા દોહીત્ર અનયને વિલાપ કરતા મૂકી ગયા છે.તેમના પાર્થિવ શરીરને બીઆરજી સંચાલિત દરેક શાળામાં અંતિમ દર્શન માટે લઇ જવાયું હતું. બાદમાં વડીવાડી સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. બકુલેશ ગુપ્તાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો