તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાજવાના કોન્ટ્રાકટરને ઓનલાઇન સટ્ટાની લત, પત્નીએ ટોકયો પણ હતો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
લલિત પરમાર - Divya Bhaskar
લલિત પરમાર
 • 5 દિવસથી ગુમ લલિત પરમારની પત્નીનું પોલીસ સમક્ષ નિવેદન
 • ઘર છોડીને જવા પાછળ સટ્ટાનું કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ

બાજવાનો લેબર કોન્ટ્રાક્ટર ગત શુક્રવારે રાત્રે ગુમ થયા બાદ છેલ્લાપાંચ દિવસથી તેનો કોઇ પતો મળતો નથી.દરમિયાન, પોલીસે યુવકની પત્નીનું નિવેદન લેતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ બે મહિના પહેલાં ઓનલાઇન સટ્ટો રમતો હતો.

કોન્ટ્રાકટર લલિત જગન્નાથભાઇ પરમાર સવારે કાર લઈને નીકળ્યા બાદ ગુમ થઇ ગયા હતા. પોલીસ યુવકના બેંક સ્ટેટમેન્ટ અને પાસબુક મંગાવી નાણાંકિય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે. પોલીસે બુધવારે યુવકની પત્નીનું નિવેદન લેતાં જાણવા મળ્યું હતું કે લલિતને બે માસ પહેલા ઓનલાઇન સટ્ટો રમવાની કુટેવ હતી. તે મુદ્દે પત્નીએ તેને સમજાવ્યો હતો અને આપણે 2 બાળકો છે તમે કયાં આ બધુ રમો છો તેમ કહેતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી. જો કે તેની પત્નીએ તેને સમજાવ્યા બાદ તેને સટ્ટો રમતા જોયો ન હતો. યુવકના ઘર છોડપા પાછળ સટ્ટાનું કારણ જવાબદાર નથી ને તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

10 દિવસથી ડિસ્ટર્બ હતો
પોલીસે પરિવારના નિવેદન લેતાં જાણવા મળ્યું હતું કે યુવક છેલ્લા 10 દિવસથી પરેશાન જણાતો હતો. પુછપરછમાં તેણે પૈસાનું ટેંન્શન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ પાસાઓની જાણકારી મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો