દર મહિનાના ત્રીજા શનિવારે મળતી ધારાસભ્યો- સાંસદ અને કલેક્ટર, અધિકારીઓની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઈ, વાઘોડિયાના ધારાસભ્યોની સાથે વડોદરાના સાંસદે પણ શહેર જિલ્લાની સમસ્યા અંગે રજૂઆત કરી કામગીરી ઝડપથી પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાંસદ રંજન ભટ્ટ દ્વારા બાજવા અને રણોલીના નિર્માણાધિન બ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ કરવામાં આવે તેવી પણ માગણી કરી છે. તો સાથે જ કલેક્ટર દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને બ્રિજની કામગીરી જુન મહિના પહેલા પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
સંકલનમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના મત વિસ્તારમાં પાણીની સમસ્યા થઈ રહી છે. તે બાબતે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. અને આગામી ઉનાળાના સમય પહેલા જ યોગ્ય રીતે કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી માગણી કરી હતી. તો છેલ્લા થોડા દિવસથી માવઠાની સ્થિતીના કારણે ખેડુતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.જેના મુદ્દે આગામી દિવસોમાં વિધાનસભામાં પણ રજૂઆત કરીને ખેડુતોને મદદ મળે તેવા પ્રયત્નો અંગે રજૂઆત કરી હતી. સાથે જ ડભોઈ વિસ્તારમાં આવેલા ત્રીવેણી સંગમ અને ગઢભવાની મંદિરના વિકાસ મુદ્દે પણ ચર્ચાઓ સંકલનમાં કરાઈ છે.
તો બીજી તરફ વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલી નંદેસરી જીઆઈડીસીમાં ગંદા પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે તેના મુદ્દે યોગ્ય કાર્યવાહીની માગણી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરાઈ હતી. તો વિસ્તારના અન્ય સ્થળોએ નલ સે જલ યોજના હજુ પણ પહોંચી નથી જે અંગે ઉનાળા પહેલા કામગીરી પુર્ણ કરી દેવામાં આવે તેવી માગણી પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.અને માવઠામાં ખેડૂતોને ઉનાળુ પાક માટે થયેલા નુકસાનનો સરવે કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.