તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બાજવામાં ઝઘડો કરતાં રોકતાંં યુવક પર દંડાથી હુમલો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાજવા ગામમાં ગાળો બોલનાર પાડોશીઓ સાથે બોલાચાલી દરમિયાન ઝઘડો કરવાની ના પાડનાર યુવક પર પાડોશીઓએ ડંડા વડે હુમલો કર્યો હતો. બાજવા સરકારી દવાખાના પાછળ રહેતો વિજય પંડ્યાના માતા ઘરની બહાર કચરો વાળી રહ્યા હતા. તે સમયે પાડોશમાં રહેતા સુનિલભાઈ દલસાણીયા ગાળાગાળી કરતા હતા.

માતા ગીતાબેને ગાળો કેમ બોલો છો તેમ કહેતા સુનિલભાઈએ તને ગાળો બોલું છું શું કરી લઈશ તેવી વાત કરી હતી. આ સમયે કમલેશ દલસાણીયાએ દંડો વિજયના માથા પર ઇજા પહોંચતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જવાહર નગર પોલીસે સુનિલભાઈ, કમલેશભાઈ અને મગનભાઈ દલસાણીયા વિરુધ્ધ મારામારીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...