2023 આંતરરાષ્ટ્રીય મીલીટ વર્ષ જાહેર થયું છે ત્યારે બરછટ ધાન્યને લોકપ્રિય બનાવવા માટે એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગની વિદ્યાર્થિનીઓએ એક અભિયાન શરુ કર્યુ છે. જેના ભાગ રૂપે મંગળવારે વિદ્યાર્થીઓ અને મહાનગર પાલિકાના સંયુકત ઉપક્રમે રેલીનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો માટે સ્પર્ધા યોજાઇ જેમાં બાજરીની કેક, કોદરીની ખીર, રાજગરાની બરફી,જુઆરના સકરપારા બનાવ્યા હતા. ફૂડ એન્ડ ન્યુટ્રેશન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેના ભાગ રૂપે મંગળવારે રેલીનું આયોજન કર્યું હતું.
જેમાં વિદ્યાર્થીનીઓ, સ્ટાફ, પાલિકાના કર્મચારીઓ, આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના લોકો જોડાયા હતા. લોકોમાં બરછટ ધાન્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે હોમ સાયન્સથી કાલાઘોડાથી લઇને એકસપરીમેન્ટલ સ્કૂલના ગેટથી યુનિવર્સિટીમાં થઇને પરત હોમ સાયન્સ પહોંચી હતી. વિભાગમાં 40 જેટલી વિદ્યાર્થીઓ અને સ્ટાફે મીલેટ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જુઆર, બાજરી, રાગી, કોદરી, રાજગરો, સામો એમ નવ પ્રકારના ધાન્યમાંથી બનેલી વાનગીઓ બનાવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં 38 જેટલી વાનગીઓ રજૂ કરી હતી. જેમાં બાજરીની કેક, કોદરીની ખીર, બાજરીની સુખડી, પાલક-જુઆરનો સૂપ, રાગીના દહીંવડા, રાજગરાની બરફી, જુઆરના સકરપારા, પંચરત્ન થેપલા, રાજગરા-જુઆરની ચાટ જેવી રસપ્રદ વાનગીઓનો સમાવેશ કર્યો હતો. હેડ પ્રો.મિનિ શેઠે જણાવ્યું કે દુનિયામાં કુપોષણની સમસ્યા દુર કરવા બરછટ ધાન્ય ઉપયોગી છે. મિલેટસના પાક પર ક્લાઈમેટ ચેન્જની અસર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.