હિતચિંતક અભિયાન:બજરંગ દળ-VHP ઘરે ઘરે જઈને સભ્ય બનાવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીએચપી અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાન હાથ ધરાયું હતું. - Divya Bhaskar
વીએચપી અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાન હાથ ધરાયું હતું.
  • હિન્દુ સમાજને એક સૂત્રમાં બાંધવાનો પ્રયાસ કરાશે
  • તરસાલીથી​​​​​​​ અભિયાન શરૂ, ઘર બહાર જય શ્રીરામનાં સ્ટિકર લગાવાશે

ભાજપની સહયોગી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં હિતચિંતક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આગામી 3 વર્ષમાં શહેરના દરેક હિન્દુના ઘરે પહોંચી સભ્ય બનાવવાનું અભિયાન તરસાલી પ્રખંડમાં કરવામાં આવ્યું છે.તરસાલી પ્રખંડ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. શહેરના 15 પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હિન્દુ સમાજના એક એક ઘરે પહોંચી પરિવારને મળશે અને ઘરની બહાર જય શ્રી રામના સ્ટીકર લગાવશે.

આ કાર્યક્રમ કરવાનો મૂળ હેતુ હિન્દુ સમાજને એક સૂત્રમાં બાંધવાનો છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી તરસાલી ગામમાંથી આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિ તેમજ અન્ય કાર્યકર્તાઓ અને બજરંગ દળના અગ્રણીઓ હાજર રહ્યા હતા. વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષ માટે શહેરમાં આવેલા તરસાલી સહિતના 15 પ્રખંડમાં દરેક ઘરની મુલાકાત લેવામાં આવશે. જેમાં હિન્દુ સમાજ સાથે વાતચીત કરી દરેક ઘરમાંથી એક એક સભ્ય બનાવવામાં આવશે. આ કાર્યક્રમનો મૂળ હેતુ સમાજને સંગઠિત કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...