લાંચ કેસ:લાંચિયા GST ઇન્સ્પેક્ટરની જામીન અરજી નામંજૂર થઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં જ લાંચની રકમ લેતી વખતે જીએસટી અધિક્ષક અને ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા હતા

કંપનીને સીલ નહીં મારવાના બદલામાં રૂા.2.50 લાખની લાંચ લેતાં ઝડપાયેલા સીજીએસટીના ઇન્સ્પેક્ટરની જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં આવેલી જય કુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લિ. નામની કંપનીમાં સર્ચ કર્યા બાદ કંપનીને સીલ નહીં મારવાના બદલામાં સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક નીતિનકુમાર ગૌતમે રૂા.10 લાખની લાંચની માગણી કરી હતી અને સ્થળ પરથી રૂા.50 હજાર રોકડા લીધા હતા.

ત્યાર બાદ લાંચની રૂા.2,50 લાખની રકમ તેમણે ઓફિસમાં આવીને ઇન્સ્પેક્ટર શિવરાજ સત્યનારાયણ મીણાને આપી દેવાનું જણાવતાં એસીબીએ છટકું ગોઠવી અધિક્ષક નીતિનકુમાર તેમજ ઇન્સ્પેક્ટર શિવરાજ મીણાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

જેના પગલે સીજીએસટી વિભાગમાં ભારે હલચલ મચી ગઈ હતી.આ સંબંધમાં એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી.ગહન તપાસમાં અનેક લોકોના નિવેદનો પણ લેવાયા હતા.આ કેસમાં શિવરાજ મીણાએ જામીન મેળવવા જામીન અરજી મૂકતાં તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યા હતા. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...