હુકુમ:દર્પણ શાહની પત્ની સહિત 3ની જામીન અરજી નામંજૂર

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ.1 કરોડ લઇ 2 મકાનનો દસ્તાવેજ ના કરી આપ્યો
  • 7 સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો હતો

સુખધામ રેસિડેન્સીમાં રૂા.1.01 કરોડ લઇ મકાનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરતાં ક્રિશ રિઆલ્ટીના ભાગીદાર અને ભાજપના પૂર્વે હોદ્દેદાર દર્પણ શાહ સહિત 7 સામે ગુનો દાખલ થયો હતો. જેમાં દર્પણ શાહની પત્નિ સહિત ત્રણે આગોતરા જામીન અરજી કરતાં ન્યાયાધીશે તમામની અરજી નામંજૂર કરી હતી. સુખધામ રેસિડન્સીમાં રહેતા મનીષ શાહે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે તથા તેમના ભાઇએ બે ડુપ્લેક્સ 1.01 કરોડમાં બુક કર્યા હતા. જેમાં રોકડા રૂા.50.76 લાખ તેમજ રૂા.59.24 લાખ ચેક અને આરટીજીએસથી આપ્યા હતા.

જોકે બંનેના દસ્તાવેજ અને બાનાખત કરી આપ્યા ન હતા અને કોર્પોરેશનના પાણીનું કનેક્શન આપ્યું નથી. પોલીસે બનાવ અંગે દર્પણ શાહ, માર્ગી દર્પણભાઈ શાહ, હિતેશ ઈન્દ્રકુમાર મખીજાની, અમિષ પટેલ, મિહીર પટેલ, યતીન શાહ અને હિરેન બક્ષી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધરપકડ ટાળવા માર્ગી શાહ, હિતેશ મખીજાની અને અમીશ પટેલે આગોતરા જામીન અરજી કરતાં તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળી ત્રણે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...