બિનવારસી બેગ મળતા દોડધામ:કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના આગમન ટાણે વડોદરામાં બેગ મળી, કોઇ વાંધાજનક વસ્તુ ન મળી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વહેલી સવારે બિનવારસી બેગ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી - Divya Bhaskar
રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વહેલી સવારે બિનવારસી બેગ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી
  • રેલવે સ્ટેશન વિસ્તારમાંથી બિનવારસી બેગ મળતા પોલીસ દોડતી થઇ
  • સયાજીગંજ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બેગ ખાલીખમ હતી

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના આગમન ટાણે વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વહેલી સવારે બિનવારસી બેગ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સયાજીગંજ પોલીસને બિનવારસી બેગ પડી હોવાનો મેસેજ મળતાની સાથે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બેગની સલામત રીતે ચેકિંગ કરી કબજે કરી હતી. જોકે, બેગમાં કોઇ વાંધાજનક દસ્તાવેજો કે સામાન મળી ન આવતા પોલીસ તંત્ર એ રાહત અનુભવી હતી અને બેગ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

બેગ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી
નોંધનીય છે કે, આજે કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે બપોરે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં વિશેષ પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વહેલી સવારે એક જાંબલી કલરની બિનવારસી બેગ મળી આવતા અફરાતફરી મચી ગઇ હતી. રેલવે સ્ટેશન પાસે એક બિનવારસી બેગ પડી હોવાની જાણ સયાજગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી. જાડેજાને થતા તુરંત જ તેમણે ટીમ રવાના કરી દીધી હતી. સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા સાવચેતીપૂર્વક બેગની તપાસ કરવામાં આવી હતી. જોકે, બેગમાં તપાસ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવતા અને બેગ ખાલીખમ જણાતા રાહત અનુભવી હતી. બેગ કબજે કરીને પોલીસ મથકમાં લઈ આવ્યા હતા.

બેગ કોણ મૂકી ગયુ એ તપાસનો વિષય
કહેવાય છે કે, વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કોઈ અજાણી વ્યક્તિ જાંબલી કલરની બેગ રેલવે સ્ટેશન પાસે મુકીને રવાના થઇ ગયું હશે. આ બેગ કોન મૂકી ગયું તે એક તપાસનો વિષય છે. આ બેગ મૂકી જનાર વ્યક્તિને શોધવા માટે જરૂર પડે પોલીસ દ્વારા CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે. એવું પણ મનાય રહ્યું છે કે, આ બેગ કોઈ ગઠીયો રેલવે ટ્રેનમાંથી ચોરી કરીને લઇ આવ્યો હશે અને બેગમાંથી સામાન કાઢીને બેગને ખાલી છોડીને રફુચક્કર થઈ ગયો હશે. જો કે હજુ રેલવે પોલીસમાં આ બેગ અંગેની કોઈ પોલીસ ફરિયાદ કે જાણ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...