ધાર્મિક:37 જૈન સંઘમાં આયંબીલ ઓળીનાં પારણાં થયાં 5 વર્ષ સુધી ઓળીના લાભાર્થી માટેનાં બુકિંગ ફુલ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષથી 75 વર્ષ સુધીના 1 હજાર જેટલા આરાધકો આયંબીલમાં જોડાયા હતા
  • આસો સુદ સાતમથી શરદ પૂનમ સુધીના 9 દિવસની શાશ્વતી ઓળી આવતી હોય છે

જૈન સમાજમાં આસો સુદ સાતમથી શરદ પૂનમ સુધી કરવામાં આવેલી ઓળીના પારણાંનો કાર્યક્રમ શહેરનાં 37 જૈન સંઘોમાં યોજાયો હતો. શાશ્વતી ઓળીનું મહત્ત્વ જૈન સમાજમાં અપેક્ષાએ પર્યુષણ કરતાં પણ વધારે છે. જેમાં ચાલુ વર્ષે 7 વર્ષથી માંડી 75 વર્ષ સુધીના 1 હજારથી વધુ જૈન આરાધકો જોડાયાં હતાં. દરેક જૈન સંઘોમાં આયંબીલના ઓળીના લાભાર્થીઓ માટે આગામી પાંચ વર્ષ માટેનાં બુકિંગ થઈ ચૂક્યાં છે. આયંબીલના ઓળીના લાભાર્થી બનવા માટે જૈન સમાજમાં હોડ લાગતી હોય છે.

આ અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, વર્ષમાં બે વખત શાશ્વતી ઓળી આવતી હોય છે. જેમાં આસો સુદ સાતમથી શરદ પૂનમ સુધીના 9 દિવસની ઓળી હોય છે. સોમવારે ઓળીનાં પારણાંનો કાર્યકમ કારેલીબાગ જૈન સંઘમાં આચાર્ય રાજહંસ સુરીશ્વરજી તથા રાજપર્વ વિજયજી મહારાજની નિશ્રામાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર શાહ પરિવારે લીધો હતો.

શહેરનાં મોટાં જૈન સંઘો પૈકી લાલબાગ જૈન સંઘમાં તીર્થપ્રેમ વિજયજી મહારાજ, અલકાપુરી જૈન સંઘમાં ઉપાધ્યાય પુંડરિક વિજયજી તથા ગણિવર્ય ભક્તિચંદ્ર વિજયજી, નિઝામપુરા જૈન સંઘમાં પંન્યાસ યશકલ્યાણ વિજયજી તથા નયપ્રેમ વિજયજી, પુણ્ય પવિત્ર જૈનસંઘમાં સાધ્વી સંવર્ગગુણા શ્રીજી, ડેરા પોળ જૈન સંઘમાં હંસલતા શ્રીજી મહારાજ, સૌભાગ્ય લક્ષ્મી વરુધિ જૈનસંઘમાં જીનવલ્લભ વિજયજી, સુભાનપુરા જૈન સંઘમાં બોધિદર્શન વિજયજી તથા રામચંદ્ર સુરી, સુભાનપુરા જૈનસંઘમાં વિરાગ દર્શન વિજયજી, વિમલનાથ જૈનસંઘ વાઘોડિયા રોડમાં સાધ્વી સુસેના શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં જુદાં જદાં 37 જૈન સંઘોમાં 1 હજારથી વધારે આયંબિલની ઓળીના આરાધકો જોડાયા હતા.

શ્રીપાલ રાજાના રાસના વ્યાખ્યાન થાય છે
આચાર્ય રાજહંસ સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, આયંબિલની ઓળી દેવલોકમાં પણ ભારે ધૂમધામથી થતી હોય છે. શાસ્ત્રોમાં આયંબિલનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. આ આયંબિલ તપમાં 9 દિવસ શ્રીપાલ રાજાના રાસના રોજ વ્યાખ્યાન થતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...