તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Awareness Of Vaccination Among 18 To 44 Year Old People Has Increased In Vadodara District, 5 Thousand People Are Vaccinated Daily As Per Target, A Total Of 22,887 People Have Been Vaccinated.

રસીકરણમાં ગતિ:વડોદરા જિલ્લામાં 18થી 44 વર્ષના લોકોમાં રસી લેવાની જાગૃતિ વધી, ટાર્ગેટ પ્રમાણે રોજ 5 હજારને રસી અપાય છે, કુલ 22,887 લોકોને રસી મૂકાઇ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા જિલ્લામાં તમામ વય જૂથમાં અત્યાર સુધીમાં 4.42 લાખ લોકોને રસી મૂકાઇ

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 18થી 44ની વય જૂથના દૈનિક 5 હજાર લોકોને રસી મૂકવાના લક્ષ્ય સાથે ઓનલાઇન નોંધણી આધારિત કોવિડ રસીકરણ 25 કેન્દ્રોમાં ચાલી રહ્યું છે. આ વય જૂથના 5009 લોકોએ એક જ દિવસમાં રસી લીધી હતી. જે દર્શાવે છે કે, 18થી 44 વય જૂથના લોકોમાં રસી લેવાની જાગૃતિ વધી રહી છે. અત્યાર સુધી આ વય જૂથના 22,887 લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે.

એક જ દિવસમાં કુલ 7034 લોકોને રસી મૂકાઇ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, તેની સાથે અન્ય ચાર શ્રેણીઓ હેઠળ રસીનો પહેલો અને બીજો ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. એટલે મંગળવારે 18થી 44 સહિત અન્ય શ્રેણીઓના કુલ 6243 લોકોએ રસીનો પહેલો અને 791 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આમ, કુલ 7034 લોકોને રસી મૂકવામાં આવી હતી.

4,42,406 લોકો રસી લઈ ચૂક્યા છે
તેમણે ઉમેર્યું કે, વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 23,073 આરોગ્ય કોરોના વોરિયર, 27,487 અગ્રીમ હરોળના વોરિયર, 45થી 59 વર્ષના 2,09,340 અને 60થી વધુ વયના 1,59,619 નાગરિકોને કોરોના સામે આરોગ્ય કવચ આપતી કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3,52,488 લોકોએ રસીનો પહેલો અને 89,918 લોકોએ બીજો ડોઝ લીધો છે. આમ,કુલ 4,42,406 લોકો રસી લઈ ચૂક્યા છે.

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રને તબીબી ઉપકરણો, સાધન સામગ્રી અને દવાઓની ભેટ આપી
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રને તબીબી ઉપકરણો, સાધન સામગ્રી અને દવાઓની ભેટ આપી

કંપનીએ આરોગ્ય વિભાગને તબીબ ઉપકરણો આપ્યા
બીજી તરફ કોરોના સામેની લડતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી અનોખી રીતે અદા કરતાં એલ.એન્ડ ટી. ચીયોડા લિમિટેડે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રને તબીબી ઉપકરણો, સાધન સામગ્રી અને દવાઓની ભેટ આપી હતી. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર વતી જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જિલ્લા પંચાયતના ઔષધ ભંડાર ખાતે તેનો સ્વીકાર કર્યો હતો. કંપની વતી મુખ્ય કાર્યપાલક આનંદ ઘાઇસાસ, ડાયરેક્ટર એન. માસુદા અને કંપની સેક્રેટરી નંદિતા મિત્તલે આ સાધન સામગ્રી કિરણ ઝવેરીને સોંપી કરી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા.

15 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભેટ આપી
આ અંગે જાણકારી આપતાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, કંપની દ્વારા 15 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સાથે 30 હજાર જેટલા સ્ટરીલાઈઝડ અને એકઝામિનેશન ગ્લોવ્ઝ ,તેમજ જુદા-જુદા પ્રકારની સારવારમાં જરૂરી ટેબ્લેટની 12000થી વધુ સ્ટ્રીપ્સ, 10 કારબા હેન્ડ સેનિટાઈઝર અને 5 પલ્સ ઓક્સિમિટર આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત કંપનીએ આસોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓમાં વૃદ્ધિ અને ડિજિટલીકરણમાં પ્રોત્સાહન રૂપે બે કોમ્પ્યુટર અને પ્રિન્ટર આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...