• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Awareness Group Of Bhayali Village Included In Vadodara Municipal Corporation Protested Against The Haphazard Tax Bill And Demanded To Provide Facilities Including Water, Roads And Drainage.

વેરા બિલનો વિવાદ:વડોદરા મનપામાં સમાવિષ્ઠ થયેલા ભાયલી ગામના અવેરનેસ ગ્રુપે આડેધડ વેરા બિલનો વિરોધ કર્યો, પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિતની સુવિધાઓ આપવા માંગ કરી

વડોદરા5 મહિનો પહેલા
વડોદરા કોર્પોરેશનમાં વેમાલી, સેવાસી, બીલ, ભાયલી, ઉડેરા, કરોડીયા અને વડદલા ગામનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે
  • અવેરનેસ ગ્રુપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.કે. પટેલને આવેદનપત્ર આપ્યું

વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા સાત ગામોમાં કોર્પોરેશન દ્વારા કોઇપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડ્યા વગર વેરા બિલો આપતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે ભાયલી ગામ વિસ્તારના અવેરનેસ ગ્રુપે દ્વારા વેરાબિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પહેલાં પાણી, રસ્તા, ડ્રેનેજ, લાઇટ જેવી સુવિધાઓ આપો, વેરા નોટિસ બાબતે વિવિધ ગામના લોકો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું
વડોદરા શહેરના વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ ભાયલી વિસ્તારના અવેરનેસ ગ્રુપ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.કે. પટેલને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભાયલી વિસ્તારનો વુડા માંથી વર્ષ 2020 દરમ્યાન કોર્પોરેશનની હદમાં સમાવેશ થયો છે. હાલમાં ભાયલી વિસ્તાર વોર્ડ નંબર -11ના વેરાના બિલોમાં સામાન્ય વેરો, શિક્ષણ વેરો, કંજરવનસી , સુએજ ટેક્ષ, સફાઈ ચાર્જનો ઉલ્લેખ છે. જે તે વિસ્તારના લોકોને મૂળભૂત પાયાની સવલતો, જીવન જરૂરિયાતની સગવડો પુરી પાડવાની બંધારણીય, વહીવટી જવાબદારી જે તે વિસ્તારનો વેરો ઉઘરાવતી સંસ્થાની રહેલી છે.

અવેરનેસ ગ્રુપે આડેધડ વેરા બિલનો વિરોધ કર્યો
અવેરનેસ ગ્રુપે આડેધડ વેરા બિલનો વિરોધ કર્યો

સુવિધાઓ આપ્યા વિના વેરા બિલ આપ્યા
આમ , આ તમામ સવલતો,સગવડો પુરી પાડવાની જવાબદારી વડોદરા મુનિસિપલ કોર્પોરેશનની હોવા છતાં પણ તે પૂરી પાડવામાં આવી નથી અને બધી જ જાતના ટેક્ષ, ચાર્જિસ બિલોમાં સામેલ કરીને, આકારણી કરીને ટેક્ષના બિલો ભાયલી વિસ્તારના લોકોને આપવામાં આવ્યા છે. જે કાયદાની વિરુદ્ધ છે જેથી અમારી માંગણી છે કે , કોર્પોરેશન દ્વારા જેટલી સવલત આપવામાં આવ્યું હોય તે પ્રમાણે ના જ વેરા બિલો આપવામાં આવે.

લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
નોંધનિય છે કે, વડોદરા કોર્પોરેશનમાં વેમાલી, સેવાસી, બીલ, ભાયલી, ઉડેરા, કરોડીયા અને વડદલા ગામનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોનો સમાવેશ કરવામાં આવ્યા પછી, કોર્પોરેશન દ્વારા પાણી સહિતની કોઇ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. આમ છતાં કોર્પોરેશન દ્વારા વેરા બિલો આપવામાં આવતા ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...