પરીક્ષા:આર્ટસ ફેકલ્ટીમાં આજથી બેઠક ક્રમાંક વિના પરીક્ષાનું સત્તાધિશોનું આયોજન

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલા તે પહેલાના ધોરણે બેસવું હોય ત્યાં બેસી વિદ્યાર્થી પરીક્ષા આપશે
  • PRN નંબરના આધારે ડિપાર્ટમેન્ટમાં જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગુરૂવારથી શરૂ થઇ રહેલી મીડ સેમેસ્ટર પરીક્ષા બેઠક નંબર આપ્યા વિના જ લેવાશે. હવે વિદ્યાર્થીઓ વહેલો તે પહેલાના ધોરણે કલાસમાં જયાં જગ્યા હોય ત્યાં મનફાવે તેમ બેસીને પરીક્ષા આપશે. પીઆરએન નંબર હોવાથી વિદ્યાર્થીઓને પોત પોતાના ડિપાર્ટમેન્ટમાં જ પરીક્ષા લેવામાં આવશે.

યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ગુરુવારથી એફવાય બીએ અને એમએની મીડ સેમિસ્ટર પરીક્ષાઓ શરૂ થનાર છે. જોકે પરીક્ષા વિભાગે છેલ્લી ઘડી સુધી વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક જનરેટ ના કરતાં આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને તેમના ડિપાર્ટમેન્ટ પ્રમાણે જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

જેના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી ઠેલવવી ના પડે. વિદ્યાર્થીઓના પીઆરએન નંબર હોવાથી કોઇ સમસ્યા ઉભી નહિ થાય તેવો દાવો સત્તાધીશોએ કર્યા છે. માત્ર બેઠક વ્યવસ્થાની જ સમસ્યા છે જેના માટે ફેકલ્ટીના દરેક ડિપાર્ટમેન્ટ પ્રમાણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ઇકોનોમીકસ, ઇંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, જીયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, લીંગવીસ્ટીક, મરાઠી, મેથેમેટીકસ, ફીલોસોફી, પોલીટીકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશ્યોલોજીમાંથી જેમના ડિપાર્ટમેન્ટ છે તેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જયારે ફાઇન આર્ટસના મેઇન બિલ્ડિંગમાં પણ કલાસરૂમોમાં 3થી 4 ડિપાર્ટમેન્ટની પરીક્ષા લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ બુધવારે દિવસ દરમિયાન પોતાના બેઠક નંબર જનરેટ થયા છે કે નહિ તે ચેક કરતાં રહ્યા હતા. જોકે બેઠક નંબર જનરેટ નહિ થવાના પગલે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ જે પ્રમાણે અગાઉ મીડ સેમીસ્ટર પરીક્ષા પીઆરએન નંબરના આધારે લીધી હતી તે પ્રમાણે જ લેવાનું નક્કી કરી અને વિદ્યાર્થીઓને જાણ કરી દીધી હતી.

કયા વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ

આર્કિયોલોજી38
ઇકોનોમીકસ230
ઇંગ્લીશ249
ફ્રેન્ચ38
જર્મની56
જીયોગ્રાફી82
ગુજરાતી216
હિન્દી171
હિસ્ટ્રી122
લીંગવીસ્ટીક7
મરાઠી4
મેથેમેટીકસ9
ફીલોશોપી16
પોલીટીકલ સાયન્સ124
સાયકોલોજી110
સંસ્કૃત12
સોશ્યોલોજી109
અન્ય સમાચારો પણ છે...