તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓડિયો ક્લિપ વાઇરલ:વડોદરામાં 20 હજારની લાંચ લેતા ઝડપાયેલા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સમક્ષ બુટલેગરે કાકલૂદી કરી, પોલીસકર્મીએ કહ્યું: 'પહેલી તારીખથી ભાવ વધી જશે'

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલીયા અને બુટલેગર રાકેશ રાજપૂતની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલીયા અને બુટલેગર રાકેશ રાજપૂતની ફાઈલ તસવીર
  • વારસીયા પોલીસ સ્ટેશનનો અનાર્મ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો

વડોદરાના હરણી રોડ ઉપર સવાદ ક્વાટર્સમાં રહેતા બુટલેગર રાકેશ રાજપૂત પાસેથી રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયેલા વારસિયા પોલીસ સ્ટેશનના જમાદાર જગદીશ ગુડલીયા વચ્ચે ભરણ માટે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. બંને વચ્ચે થયેલી વાતચીત પ્રમાણે બુટલેગર જમાદારને કાકલૂદી કરી રહ્યો છે કે, પ્રવિણસિંહને સમજાવો. નોધનિય છે કે, પ્રવિણસિંહ વારસીયા પોલીસ સ્ટેશનનો વહિવટદાર છે.

અનાર્મ હેડ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના હરણી રોડ, ધવલ ચાર રસ્તા પાસે જે.પી. વાડીબાગની સામે સવાદ ક્વાટર્સમાં રાકેશ બાબુભાઈ રાજપૂત રહે છે અને તે દારૂનો ધંધો કરે છે. દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસિયા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ કરસનભાઈ ગુડલીયા રૂપિયા 20 હજાર લાચ લેતા છોટાઉદેપુર એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. દરમિયાન વારસિયા પોલીસ સ્ટેશનના લાંચ લેતા ઝડપાયેલા જમાદાર જગદીશ ગુડલીયા અને બુટલેગર રાકેશ બાબુભાઇ રાજપૂત વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે.

બુટલેગર અને લાંચીયા જમાદાર વચ્ચે થયેલી વાતચીતના અંશો....
બુટલેગરઃ હજુ અઠવાડીયું થયું છે, જગદીશભાઇ પ્રવિણભાઇને સમજાવો...
જમાદાર જગદીશઃ તું નહીં આપે તો મારે આપવા પડશે. હું ઓછા કરીને રૂપિયા 15 હજાર લઈશ, તો પણ મારે 20 હજાર રૂપિયા આપવા પડશે.
જમાદાર... 30 તારીખ સુધીના જ આ પૈસા છે, પહેલી તારીખથી ભાવ વધી જશે. આ વખતે રૂપિયા 20 હજાર આપવા પડશે. નહીં ચાલે.
જમાદાર...દીપક આવે છે.
બુટલેગર...ના ત્રણ દિવસ પહેલા આવ્યો હતો. પણ, બીજી એજન્સીઓવાળા હપ્તો આવીને લઇ જાય છે.

દીપક પહેલા વારસિયા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો
નોંધનિય છે કે, દીપક પહેલા વારસિયા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. હવે ક્રાઇમ બ્રાચમાં ફરજ બજાવે છે. બુટલેગર અને લાંચ લેતા ઝડપાયેલા વારસિયા પોલીસ મથકનો જમાદાર જગદીશ ગુડલીયા વચ્ચે ભરણ લેવા બાબતે થયેલી વાતચીતનો ઓડિયો બહાર આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

વહિવટદાર પ્રવિણસિંહ સામે કાર્યવાહી થશે કે નહીં તે ચર્ચાનો વિષય
ઉલ્લેખનીય બાબત એ છે કે, ઓડિયોમાં તેમજ બુટલેગર રાકેશ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે, લાંચ લેતાં પકડાયેલ જગદીશ ગુડલીયા વારસિયા પોલીસ સ્ટેશનના વહીવટદાર પ્રવિણસિંહના કહેવાથી રૂપિયા 20 હજારની લાંચ લેવા માટે આવ્યો હતો. જોકે જગદીશ ગુડલીયા પણ હપ્તો લેવા માટે દબાણ કરતો હતો, ત્યારે ઓડિયોમાં થયેલી વાતચીત પ્રમાણે અને બુટલેગરના આક્ષેપ પ્રમાણે વારસિયા પોલીસ મથકના વહિવટદાર પ્રવિણસિંહ સામે લાંચ રૂશ્વતવિરોધી શાખા કાર્યવાહી કરશે કે કેમ, તે શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જમાદારને 20 હજાર લેતા એસીબીની ટીમે દબોચી લીધો હતો
ઉલ્લેખનીય છે કે, ફરિયાદના આધારે છોટાઉદેપુર એ.સી.બી.ના પી.આઇ. ડી. જી. રબારીએ બુટલેગર રાકેશ રાજપુતના ઘરની સામે આવેલ ગ્રાઉન્ડમાં છટકાનું આયોજન કર્યું હતું. એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ રાકેશ રાજપૂતે જમાદાર જગદીશ ગુડલીયાને પોતાના ઘર પાસે રૂપિયા 20 હજાર લેવા માટે બોલાવ્યો હતો. સુરન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના બલાળા ગામના વતની જમાદાર જગદીશ ગુડલીયા રૂપિયા 20,000 લેવા આવતાની સાથે છટકામાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને જમાદાર બુટલેગર રાકેશ રાજપૂત પાસેથી રૂપિયા 20 હજાર લેતાની સાથે એ.સી.બી.ની ટીમે દબોચી લીધો હતો. વારસિયા પોલીસ મથકના જમાદાર જગદીશ ગુડલીયા રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો