તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓની હાજરી:ધો.9-11ની શાળામાં બીજા દિવસે વિદ્યાર્થીઓની હાજરી બમણી થઈ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પ્રથમ દિવસે માંડ 4 હજાર વિદ્યાર્થીઓ શાળાએ ગયા હતા
 • ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી સ્કૂલોમાં હજુ પાંખી હાજરી રહે છે

સ્કૂલ ખૂલ્યાના બીજા દિવસે શાળાઓમાં ધો.9 અને 11ના વિદ્યાર્થીઓની સંખ્યા ડબલ થઈ છે. મંગળવારે 8 હજાર જેટલા વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યા હતા. સોમવારે કોચિંગ ક્લાસમાં બમણા 8 હજારથી વધુ વિદ્યાર્થી, જ્યારે સ્કૂલોમાં 4 હજાર વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

સોમવારથી ધોરણ 9-11ના વર્ગો શરૂ કરાયા બાદ બીજા દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ધો.9માં 6058 વિદ્યાર્થી સ્કૂલે આવ્યા હતા. જ્યારે ધો.11 સામાન્ય પ્રવાહમાં 1718 વિદ્યાર્થી અને સાયન્સમાં 469 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. હજુ સુધી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ થઇ ન હોવાથી વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થતો ન હોવાનો મત સંચાલક મંડળ દ્વારા વ્યક્ત કરાયો છે.

એમકોમના ઓફલાઇન ક્લાસમાં માંડ 10% વિદ્યાર્થીઓની હાજરી, 350 વિદ્યાર્થીની સામે માંડ 30-35 હજાર રહે છે
કોમર્સ ફેકલ્ટીના એમકોમમાં વિદ્યાર્થીઓની માંડ 10 ટકા હાજરી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ વાલીઓમાં કોરોનાનો ડર યથાવત ઓફલાઇનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી નથી. રોજના 350 વિદ્યાર્થીઓને બોલાવામાં આવે છે, પરંતુ માંડ 30 થી 35 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓનો પ્રતિભાવ ઓફલાઇન શિક્ષણમાં ઓછો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીના કારણે છેલ્લા 10 મહિનાથી એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવિત થઇ છે ,

અને વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી અભ્યાસ કરવાનો વારો આવી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરી છે. જોકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં હજુ પણ કોલેજ જઇને અભ્યાસ કરવાનો ઉત્સાહ દેખાઇ રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો