તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનથી મારી નાખવાની કોશીશ:હાથીખાનામાં બહેન પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતાએ મકાન બહેનના નામે કરતાં ઉશ્કેરાયેલા સગા ભાઈનું કૃત્ય

હાથીખાનાની યુવતીના નામે તેના પિતાએ 2 દિવસ પહેલાં મકાન કરી આપ્યા બાદ ઉશ્કેરાયેલા સગા ભાઇએ યુવતીને માર મારી બોટલમાં રહેલું પેટ્રોલ યુવતી પર છાંટી મારી નાખવાના ઇરાદે તેની પર દિવાસળી ફેંકી હતી. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

હાથીખાનામાં રહેતી યુવતી શબાના ઇકબાલભાઇ પરમારે સિટી પોલીસમાં કદીર ઇકબાલ પરમાર અને નરગીસ કદીર પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે બે દિવસ પહેલાં તેમના પિતાએ તેમનું ઘર તેમના નામે કરી આપ્યું હતું. જેની કદીરને જાણ થઇ હતી.

જેથી મનદુખ રાખી કદીરે શુક્રવારે રાત્રે શબાનાના ઘેર આવી ઉશ્કેરાઇ જઇ ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ કદીરે લીલા કલરની પ્લાસ્ટીકની બોટલમાંથી પેટ્રોલ યુવતી પર છાંટ્યું હતું અને દિવાસળી સળગાવીને ફેંકી જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...