તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદન ચોર:કમાટીબાગમાં ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ, 20 દિવસમાં સતત બીજી વખત ઘટના બની

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કમાટીબાગ ઝૂમાં ફરી એક વખત ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ થતાં વિવાદ સર્જાયો છે.સિક્યુરિટી એજન્સીની નિષ્કાળજી જણાતા કોંગ્રેસના નેતાએ એજન્સી સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

શહેરમાં 115 જેટલા બાગ-બગીચા આવેલા છે અને કમાટીબાગમાં ઝૂ પણ આવેલું છે. કમાટીબાગમાં ગત 14મી ઓગસ્ટે ચંદનના ઝાડ કાપવાનો પ્રયાસ થયો હતો. તે પછી ગુરુવારે મોડી રાત્રે પ્રાણી સંગ્રહાલયમાં સિંહના પાંજરા પાસે 2 ઝાડ કાપવાનો પ્રયાસ થતાં ખળભળાટ મચી ગયો છે. કમાટીબાગ અને ઝૂમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી રાખવામાં આવી છે અને તેની પાછળ પાલિકા વર્ષે 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે, તેમ છતાં 20 દિવસમાં સતત બીજી વખત ચંદનનાં ઝાડની ચોરીનો પ્રયાસ થતાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ઉઘાડી પડી ગઇ છે.

પાલિકામાં કોંગ્રેસનાં નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર અને મેયર કેયુર રોકડિયાને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બાગ-બગીચાની સુરક્ષા પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચો પાલિકા કરી રહી છે, તેમ છતાં 20 દિવસમાં 2 વખત ચંદનનાં ઝાડ કાપીને ચોરીનો પ્રયાસ થાય તે નિંદનીય છે. બગીચામાં રાત્રે એકદમ નીરવ શાંતિ હોય છે અને ઝાડ કાપવા માટે કટરનો ઉપયોગ થતો હોય ત્યારે તેનો અવાજ સિક્યુરિટી જવાનને ન સંભળાય તે માની શકાય નથી. આ પ્રકારના ઘટનાઓમાં તેમની પણ મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...