• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Attempted Robbery From Jewelers Late At Night In Vadodara, Robber Fired After Throwing Tiffin, 4 Robbers Escaped Despite Being Shot In The Leg

લૂંટના ઇરાદે ફાયરિંગ:વડોદરામાં લૂંટારુએ ફાયરિંગ કર્યું, વેપારીને ગોળી વાગવા છતાં ટિફિનનો ઘા કરી 4 લૂંટારૂઓને ભગાડ્યા

વડોદરા2 મહિનો પહેલા
લૂંટારૂઓએ જ્વેલર્સ પર ફાયરીંગ કરીને હિસાબનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો
  • બાઇક સવાર બે લૂંટારૂ સાબજી...સાબજી..ની બુમો પાડી તેઓ પાસે પહોંચ્યા હતા
  • દુકાન બંધ કરીને ઘરે પહોંચેલા જ્વેલર્સની કારમાંથી થેલો લૂંટનાનો પ્રયાસ નિષ્ફળ
  • જ્વેલર્સે હિંમતપૂર્વક સામનો કરતા લૂંટારૂઓ લૂંટ ચલાવ્યા વિના ભાગી ગયા

વડોદરા શહેરના નિઝામપુરા બસ સ્ટેન્ડની પાછળ આવેલી આશીયાના સોસાયટીમાં મોડી રાત્રે દુકાનેથી પરત ફરેલા જ્વેલર્સને તેમના જ ઘરની બહાર લૂંટારૂઓએ ફાયરીંગ કરીને હિસાબનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જ્વેલર્સે 4 લૂંટારૂઓ સાથે ઝપાઝપી કરીને પ્રતિકાર કર્યો હતો અને લૂંટારૂઓ પર ટિફિનનું પાર્સલ ફેક્યું હતું. લૂંટારુ ટોળકી દ્વારા કરવામાં આવેલા એક રાઉન્ડ ફાયરીંગમાં જ્વેલર્સને પગમાં ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલા લૂંટના બનાવે સોસાયટીમાં સનસનાટી મચાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે 4 લૂંટારૂઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ રોડ પરના સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.

દુકાન બંધ કરી કારમાં ઘરે જઇ રહ્યા હતા
વડોદરા શહેરના નિઝામપુરા બસસ્ટેન્ડ પાછળ આવેલી એ-32, આશીયાના સોસાયટીમાં ભાવેશકુમાર ભરતભાઇ સોની રહે છે અને વડોદરા નજીક સોખડા રોડ છાણી ગામ ખાતે શ્રી અંબે જ્વેલર્સ નામથી દુકાન ધરાવે છે. 17 ઓક્ટોબરના રોજ સવારે તેઓ નિત્યક્રમ મુજબ પોતાની દુકાને ગયા હતા. રાત્રે નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી હિસાબો થેલો લઇ પોતાની કારમાં ઘરે આવી રહ્યા હતા.

લૂંટના આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા
લૂંટના આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા

જ્વેલર્સે લૂંટારૂઓનો હિંમતથી સામનો કર્યો
દરમિયાન રાત્રે 10 વાગ્યાના સુમારે તેઓ રસ્તામાં આવતી હોટલમાંથી જમવાનું પાર્સલ કરાવ્યું હતું અને ઘરે આવ્યા હતા. ઘર પાસે પોતાની કાર પાર્ક કરી કારમાંથી થેલો લઇ ઘરમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે બાઇક સવાર બે લૂંટારૂ સાબજી...સાબજી..ની બુમો પાડી તેઓ પાસે પહોંચ્યા હતા અને કારમાં પડેલો હિસાબોનો થેલો લૂંટવાનો પ્રયાસ કરતા જ્વેલર્સે કારનો દરવાજો બંધ કરી લૂંટારૂઓનો સામનો કર્યો હતો. જેમાં તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. લૂંટારૂઓથી બચવા માટે તેઓએ હોટલમાંથી લાવેલા પાર્સલનો પણ લૂંટારૂઓ ઉપર ઘા કર્યો હતો.

જ્વેલર્સે 4 લૂંટારૂઓ સાથે ઝપાઝપી કરીને પ્રતિકાર કર્યો
જ્વેલર્સે 4 લૂંટારૂઓ સાથે ઝપાઝપી કરીને પ્રતિકાર કર્યો

જ્વેલર્સે ટિફિન પાર્સનો ઘા કરતા લૂંટારૂએ ફાયરિંગ કર્યું
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જ્વેલર્સ ભાવેશકુમાર સોનીએ હોટલમાંથી લાવેલ ટિફિનના પાર્સલનો ઘા કરતા ગભરાયેલા લૂંટારૂઓ પૈકી એક લૂંટારાએ પોતાની પાસેની કાળા કલરની રિવોલવર-પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં ભાવેશકુમાર સોનીને જમણા પગમાં ગોળી વાગતા ઇજા થઇ હતી. પગમાં ગોળી વાગતા લોહીના ફૂવારા ઉડ્યા હતા. પગમાં ગોળી વાગતા ભાવેશકુમારે બુમરાણ મચાવતા અન્ય બે લૂંટારૂ ધસી આવ્યા હતા. સાથીદાર બે લૂંટારૂઓને પોતાની બાઇક ઉપર બેસાડી ફરાર થઇ ગયા હતા.

દુકાન બંધ કરીને ઘરે પહોંચેલા જ્વેલર્સની કારમાંથી થેલો લૂંટનાનો પ્રયાસ નિષ્ફળ
દુકાન બંધ કરીને ઘરે પહોંચેલા જ્વેલર્સની કારમાંથી થેલો લૂંટનાનો પ્રયાસ નિષ્ફળ

ઇજાગ્રસ્ત જ્વેલર્સને હોસ્પિટલમાં ખસેડાયા
દરમિયાન સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત ભાવેશકુમારને પાડોશી ભાવિનભાઇ ગજ્જર તુરંત જ છાણી ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર આપ્યા બાદ લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા ભાવેશકુમાર સોનીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ પોલીસે ફરિયાના આધારે પોલીસે ફાયરીંગ કરીને લૂંટનો પ્રયાસ કરનાર અજાણ્યા ચાર વ્યક્તિઓ સામે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફતેગંજ પોલીસે ફાયરિંગ કેસની તપાસ શરૂ કરી છે
ફતેગંજ પોલીસે ફાયરિંગ કેસની તપાસ શરૂ કરી છે
ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પોલીસ સ્ટેશન
અન્ય સમાચારો પણ છે...