તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કારેલીબાગમાં માનસિક અસ્વસ્થ યુવતીની છેડતી, દુષ્કર્મનો પ્રયાસ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિક્કી ભીટોરા ઝડપાયો, ભાંડવાડાના ફરાર શાબિર ઉર્ફે શેરાની શોધખોળ

કારેલીબાગ વિસ્તારમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતીની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે ફરાર થઇ ગયેલા અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને પડોશીનો ફોન આવ્યો હતો કે, તમે જલ્દી ઘરે આવી જાવ. ઘરે પહોંચ્યા તો નાની દીકરી રડી રહી હતી.

તેને પરિવારે પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે, વિક્કી રાજુભાઇ ભીટોરા ઉર્ફે કાળિયો ચોર અને અન્ય એક વ્યક્તિ ઉભો હતો. વિક્કી સાથે ઉભેલો શખ્સ મોટી બહેનને ખેચી વિકકીના ઘરમાં લઇ ગયો હતો અને ઘરના દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી મોટી બહેનને શારીરિક અડપલાં કરતો હતો.

જેથી તેણી બુમરાણ મચાવતા શારીરિક અડપલાં કરનાર શખ્સ ફરાર થઇ ગયો હતો. વિકકીને પૂછતાં તે અન્ય શખ્સ ભાંડવાડામાં રહેતો શાબિર ઉર્ફે શેરો હોવાનું જણાવતાં પોલીાસે વિક્કીની ધરપકડ કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...