હુમલાનો પ્રયાસ:કોરોનાની અફવા ઉડાવી ચાકૂથી હુમલાનો પ્રયાસ, નવાપુરાના વૃદ્ધે ફરિયાદ કરતાં યુવકનું કૃત્ય

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં બનેલી ઘટનાથી ફિલ્મી દૃશ્યો સર્જાયાં

નવાપુરાના વૃદ્ધને કોરોના થયો છે તેવી અફવા ઉડાવનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ કરનાર વૃદ્ધ પાછળ ચપ્પુ લઈને ભરબજારમાં દોડી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આ યુવક વિરુદ્ધ ફરી વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નવાપુરા કહાર મહોલ્લામાં રહેતા ગણેશ કહાર (ઉ.વ. 54) કોર્પોરેશનમાં સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ લઈ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગણેશ કહારે ફરિયાદ નોંધાવી છે કે, 13 ડિસેમ્બરના રોજ રાતે 8:30 તે કહાર મહોલ્લા શિતળા માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન કેવડાબાગ સાંઈ ઓમ ચેમ્બર્સમાં રહેતો ધરમ કહાર વૃદ્ધને મારી નાખવાની ધમકી આપી અને અપશબ્દો બોલી તેમની પાછળ ચપ્પુ લઈને દોડ્યો હતો. જેને પગલે વૃદ્ધ પોતાનું સ્કૂટર મૂકી નજીકના ઘરમાં સંતાઈ ગયા હતા. જેથી ધરમ કહાર ત્યાંથી જતો રહ્યો હતો.ગણેશ કહારે નવાપુરા પોલીસને જણાવ્યું કે, તેઓ બે મહિના પહેલા બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે વખતે મને કોરોના થયો છે તેવી ખોટી અફવા ઊડી હતી. જેથી ગણેશ કહારના દીકરી ધરમને આ અફવા ન ઉડાવવા કહેતાં ધરમે ઝઘડો કરતાં જે તે વખતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ધરમ અને જગદીશ કહાર વિરુદ્ધ વૃદ્ધે અરજી આપી હતી. જેની અદાવત રાખીને ધરમે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...