કાર્યવાહી:માર્ક્સ ઓછા આવતાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણનું તરકટ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તલસટ-ચાપડ રોડ પર સાઇકલ સવાર કિશોરીનું કારમાં અપહરણ થયાની જાણ કરાતાં પોલીસની 40 ટીમોનું સર્ચ, અંતે નાટક નીકળ્યું
  • અડધો કલાક ખેતરમાં​​​​​​​ છુપાઇ હોવાની કેફિયત રજૂ કરી હતી

વડોદરા શહેરના તલસટ-ચાપડ રોડ ઉપર આવેલી આસોપાલવ કન્ટ્રી સાઈડ સોસાયટીમાં રહેતી 13 વર્ષની વિદ્યાર્થિની શનિવારે બપોરે ટ્યુશનમાં જતી હતી ત્યારે 4:20 વાગ્યાના અરસામાં બાઈક સવાર બે યુવાનોએ તેને સાયકલ પરથી પાડીને વેનમાં બેસાડી અપહરણનો પ્રયાસ કર્યાની રજૂઆત વિદ્યાર્થીનીએ કરતાં પોલીસ દોડી હતી. અંતે માર્ક્સ ઓછા આવવાથી વિદ્યાર્થિનીએ તરકટ કર્યું હોવાનું ફળીભૂત થયું હતું. કિશોરીએ કહ્યું હતું કે, મોઢે ટેપ મારી વેનમાં લઇ ગયા હતા. અપહરણકર્તાને ફોન આવતા તે બહાર નીકળી વાત કરતા હતા ત્યારે તે ભાગી હતી અને ખેતરમાં અડધો કલાક છુપાઈ હતી. બાદમાં નજીક સિક્યુરિટી ગાર્ડને કહી સ્વજનને ફોન કર્યો હતો.

જેથી સોસાયટીના રહીશો અને પરિવારજનો અપહરણકર્તાની શોધમાં લાગ્યા હતા. સાથે મકરપુરા પોલીસ અને ડીસીબીનો 40 પોલીસ જવાનનો કાફલો CCTV ચેક કરવામાં લાગ્યો હતો. આ અંગે પુછપરછમાં સ્પષ્ટતા થઇ હતી કે, કિશોરીએ જાતે તેના માર્ક્સ ઓછા આવવાને કારણે નાટક ઉભુ કર્યું હતું. તેણે વાર્તા બનાવી કલાકો સુધી શહેર પોલીસ અને સ્વજનોને ગોટે ચઢાવ્યા હતા.

કિશોરીએ સાઇકલ પણ છુપાવી
વિદ્યાર્થિનીએ સાયકલ ઉપર ટ્યુશન જવા નીકળી હતી તે દરમિયાન અપહરણનો ભોગ બની હતી તેમ જણાવ્યું હતું. પોલીસની તપાસમાં વિદ્યાર્થિનીની સાયકલ મળતી નથી તેમજ સીસીટીવીમાં પણ આગળ કોઈ જગ્યાએ સાયકલ કે વેન જોવા મળી ન હતી.

વેનમાં ત્રણ બાળકો હોવાનું કહી આતીફા હતી તેમ કહ્યું
13 વર્ષિય વિદ્યાર્થિનીએ પોતાની કેફીયતમાં એવી પણ વાર્તા બનાવીને કહી હતી કે, વેનની અંદર વધુ ત્રણ બાળકો પણ હતા. જે પૈકી એક બાળકીનું નામ આતીફા હોવાનું પણ તેણે જણાવ્યું હતું અને તે બાળકી ત્રણ દિવસથી તે વેનમાં અપહરણ કર્તાઓની ચુગલમાં હોવાનું પણ તેણે જણાવ્યું હતું. અન્ય બાળકોના મોઢે ટેપ મારેલી હતી તેમ કહી વાર્તા બનાવી હતી.

સોસાયટીના રહીશો પણ પોલીસ સાથે તપાસમાં જોતરાયા હતા
સોસાયટીની કિશોરીના અપહરણ અંગે તેણે જણાવતા પરિવારની સાથે સોસાયટીના સભ્યો તેમના પડખે ઊભા રહી પોલીસની મદદથી CCTV ચેક કરી સહયોગ કરી રહ્યા છે.> ભૌમિક પટેલ, પ્રમુખ આસોપાલવ કન્ટ્રી સાઈડ

અન્ય સમાચારો પણ છે...