તસ્કરી:સમામાં ગેસ કટરની મદદથી SBIનાએટીએમને તોડવાનો પ્રયાસ, ટ્યૂશન ક્લાસના ગાર્ડની નજર પડતાં ટ્રાઇસિકલમાં ગેસના બોટલ, પાના-પક્કડ, પાઇપ લઇને આવેલો તસ્કર ફરાર

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમા તળાવ પાસે આવેલું એટીએમ તોડવા આવેલા તસ્કરે સીસીટીવી પર સ્પ્રે માર્યુ તુ. - Divya Bhaskar
સમા તળાવ પાસે આવેલું એટીએમ તોડવા આવેલા તસ્કરે સીસીટીવી પર સ્પ્રે માર્યુ તુ.

સમા તળાવ સામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરમાં તસ્કરે મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાજુમાં આવેલા ટ્યૂશન ક્લાસના સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના કારણે તસ્કર ટ્રાઈસિકલ પર લાવેલો સમાન છોડી ફરાર થયો હતો. સમા-સાવલી રોડ પર સમા તળાવ સામે એસબીઆઇ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. આજે વહેલી સવારે એટીએમ સેન્ટરમાં એક તસ્કરે ગેસ કટરની મદદથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નજીકમાં આવેલા ટ્યૂશન ક્લાસના સિક્યુરિટી ગાર્ડને એટીએમ સેન્ટરમાં કઈ શંકાસ્પદ ગતિવિધિ થઈ રહી હોવાનું નજરે પડતાં તેમણે અન્ય સિક્યુરિટી ગાર્ડને જાણ કરી હતી.

સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જોકે તે પહેલાં તસ્કર ત્યાંથી ચોરી કરવાનાં તમામ સાધનો મૂકી ફરાર થયો હતો.પોલીસે તપાસ કરતાં ટ્રાઇસિકલમાંથી ગેસના બે બોટલ, પાના-પક્કડ અને કટર મળી આવ્યાં હતાં. તદુપરાંત એટીએમ સેન્ટર સુધી લંબાવેલી પાઇપ મળી હતી. પોલીસે આ અંગે બેંકના મેનેજરને જાણ કરતાં તે એટીએમ સેન્ટર પર દોડી આવ્યા હતા. જોકે એટીએમ મશીનને કોઈ નુકસાન ન થયું હોવાથી હાશકારો થયો હતો. પોલીસે બેંક મેનેજરની ફરિયાદના આધારે તસ્કરને શોધવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં એક તસ્કર સવારે 4 વાગ્યાના સુમારે આવી શટર અડધું કરી ચોરીનો પ્રયાસ કરતો નજરે પડે છે.

તસ્કરે ઓળખથી બચવા સીસીટીવી પર સ્પ્રે માર્યું હતું
પોલીસે તપાસ કરતાં ટ્રાઇસિકલ અને નવાનકોર પાના-પક્કડ, કટર, ગેસના બોટલ, પ્લાસ્ટિકની પાઇપ મળી આવ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર તસ્કરે છોડી દીધેલાં તમામ સાધનો નવાનકોર હતાં. તદુપરાંત તસ્કરે સીસીટીવી કેમેરા પર ઓળખ ન થાય તે માટે બ્લેક રંગનું સ્પ્રે માર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...