તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસના સ્વાંગમાં રિક્ષા ચાલકને લૂંટવાનો પ્રયાસ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાયલી પાસેનો બનાવ : અગાઉ જીઆરડીમાં ફરજ બજાવતા જયેશ મહેરિયા સહિત 2 ઝબ્બે

ભાયલી પાસે રાત્રે શાકભાજી લઇને ઘેર જઇ રહેલા વેપારીને રોકીને બે શખ્સે પોલીસની ઓળખાણ આપી રીક્ષામાં દારુ ભરેલો છે અને કેસ થશે તેવી ધમકી આપી લાફા માર્યા બાદ 3 હજાર રૂપિયા કાઢી લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

ભાયલીનો ભરત રાજુભાઇ નામનો યુવક શાકભાજીનો વ્યવસાય કરે છે 22 તારીખે સયાજીપુરા માર્કેટમાં રિક્ષા લઇને શાક ભાજી લાવ્યા બાદ આખો દિવસ શાક ભાજી વેચ્યું હતું અને સાંજે સાત વાગે ઘેર તરફ જતો હતો ત્યારે ભાયલી પેટ્રોલ પંપથી થોડે દુર બે મુસાફરે તેને પાણીના પ્લાન્ટ સુધી છોડી દેવાનું કહેતા તેણે બેસાડયા હતા. પ્લાન્ટ પાસે બે જણાને તેણે ઉતાર્યા ત્યારે પાછળથી બાઇક પર બે જણા આવ્યા હતા . એક જણાએ મોબાઇલ માં પોલીસની વર્ધી પહેરેલો ફોટો બતાવી હું પોલીસ છું, તારી રિક્ષામાં દારુ ભરેલો છે, પોલીસ કેસ થશે તેમ કહી બંનેએ તેને ધમકાવ્યો હતો. આખરે તેણે તેના શેઠ ચન્દ્રકાંતભાઇને ફોન કરતા એક જણાએ તેનો ફોન ખેંચી શેઠને પણ હું પ્રદીપ જમાદાર બોલું છું, તાકાત હોય તો આવી જા તેમ કહ્યું હતું.ત્યારબાદ એક જણો બાઇક લઇને ભાગી ગયો હતો.

તે સમયે તેનો શેઠ આવી જતાં તે એક શખ્સને ઓળખી જતાં શખ્સ ભાયલીનો જયેશ મહેરીયા હોવાનું અને તે ભુતકાળમાં જીઆરડીમાં ફરજ બજાવતો હોવાનું જણાયુ હતું. તેની પુછપરછમા તેના સાગરીતનું નામ લકુલીશ પરાગ રોહિત હોવાનું જણાવ્યું હતું.પોલીસે જયેશ મહેરિયા (રહે, ભાયલી) તથા લકુલીશ પરાગ રોહિત (રહે, અપુર્વ ગોલ્ડ કોમ્પલેક્ષ, ગોત્રી)ને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો