વૃક્ષોનો વેધ અટકાવવા વૈદિક હોળી:વડોદરાની 500 સોસાયટીઓમાં 100 કિલો ગૌકાસ્ટ હોમ ડિલિવરીથી પહોંચાડાશે; 65 સોસાયટીઓએ નોંધણી કરી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૈદિક હોળી માટે ગૌ કાસ્ટ બનાવાઇ રહ્યું છે - Divya Bhaskar
વૈદિક હોળી માટે ગૌ કાસ્ટ બનાવાઇ રહ્યું છે

ગૌસેવા ગતિવિધી અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધી સંસ્થાએ સતત ચોથા વર્ષે વૈદિક હોળીનું આયોજન કર્યું છે. શહેરની જે સોસાયટીઓ વૈદિક હોળી પ્રજવલ્લીત કરવા માંગે તેને પણ સંસ્થા ગૌકાસ્ટ સહિતની વસ્તુઓ આપશે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ કર્યું છે. જેમાં અત્યાર સુધી 65 સોસાયટીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સંસ્થાના કુલદિપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સંસ્થા 4 વર્ષથી દરેક સોસાયટીમાં ગાયના છાણમાંથી બનતા ગૌકાસ્ટથી વૈદિક હોળી પ્રજ્વલિત થાય તેવો પ્રયાસ કરે છે. ગત વર્ષે સંસ્થાએ 100 સોસાયટીમાં વૈદિક હોળી યોજી હતી. આ વર્ષે સંસ્થા 500 સોસાયટીઓમાં વૈદિક હોળી પ્રગટે તે ઉદ્દેશ્યથી ચાલે છે. સંસ્થા વૈદિક હોળી માટે ગૌ-કાષ્ટનો જથ્થો હોમ ડિલીવરી કરશે. 13 માર્ચથી આ જથ્થો રજીસ્ટ્રેશન પ્રમાણે સોસાયટીઓમાં અપાશે. સંસ્થાએ વિસ્તાર પ્રમાણે કાર્યકર્તાઓને ગૌકાસ્ટનો જથ્થો પહોચાડવાની જવાબદારી આપી છે.

વૈદિક હોળી સ્પર્ધામાં ગાય આધારિત બનતી વસ્તુઓ ઈનામ રૂપે આપશે
સંસ્થાએ વૈદિક હોળી 2022 સ્પર્ધા યોજી છે. જેમાં સેલ્ફિ વિથ વૈદિક હોળી, વૈદિક હોળી સુશોભન અને વૈદિક હોળી ગ્રુપ ફોટોની સ્પર્ધા છે. વૈદિક હોળી સ્પર્ધામાં ભાગ લેનાર તરીકે સોસાયટીને એક ડિજીટલ સર્ટી. અપાશે. જ્યારે જે સ્પર્ધામાં જીતશે તેને ગાય આધારીત વસ્તુઓ જેમાં સાબુ, ગૌનાઈલ, ધુપબત્તી સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવશે.

વૈદિક હોળી કીટમાં 100 કિલો ગૌકાષ્ટ અપાશે
વૈદિક હોળીની કિટમાં સંસ્થા 100 કિલો ગૌ-કાષ્ટ, ઘાસનો સુકો પુડો આપશે. ગૌકાષ્ટ માટે સંસ્થા દ્વારા સયાજી પાંજરાપોળ અને ઘોઘંબાની બાકરોલ પાંજરાપોળમાંથી જ ગૌકાષ્ટ બનાવીને અપાશે.