ક્રાઈમ:દુમાડ ચોકડી નજીક ઇકો ચાલકની હત્યાનો પ્રયાસ, અંગત અદાવતમાં 4 શખ્સોનો હથોડીથી હુમલો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુમાડ ચોકડી પાસે અંગત અદાવતે 4 જણાએ ઇકો ચાલક પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સમાના કેશા શિયાળિયા (ભરવાડ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ‘તેના મોટા ભાઈ રાજુ દુમાડ ચોકડીથી ભરૂચ સુધી ઇકો ગાડીનું શટલ ચલાવે છે. રવિવારે રાત્રે 9-30 વાગે નરેન્દ્રસિંહ ચૌહાણનો ફોન આવ્યો હતો કે, દુમાડ ચોકડી પાસેના બગીચામાં ઝઘડો થયો છે અને તેને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો છે.

જ્યારે બગીચા પાસે ચા-પડીકી વેચતાં મધુબેને જણાવ્યું હતું કે, ‘નવેક વાગે દુમાડ ગામમાં સ્ટુડિયો ધરાવતો જીગો ઉર્ફે જિજ્ઞેશે રાજુને બોલાવ્યો હતો અને બગીચામાં કામ છે તેમ કહી લઇ ગયા હતા. તે વેળા જિજ્ઞેશના બનેવી, અંકિત ઠાકોર તથા વીરેન્દ્રસિંહ વાઘેલા પણ બગીચામાં ગયા હતા. તે પૈકી એક જણ એવું બોલ્યો હતો કે, આજે તો પૂરો જ કરી નાખવો છે તેમ કહી હથોડીથી હુમલો કર્યો હતો. રાજુ ભરવાડને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે જીગો ઉર્ફે જિજ્ઞેશ, જિજ્ઞેશના બનેવી, અંકિત ઠાકોર અને વીરેન્દ્રસિંહ વાઘેલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...