તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:કમિશનરની બે વાર ફેક પ્રોફાઇલ બનાવીને લોકોને ઠગવાનો પ્રયાસ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • દિલ્હીથી પકડાયેલા 2 જણાને વડોદરા લાવવાની તજવીજ
 • પૈસાની માગણી કરી વોલેટમાં જમા કરાવવાનું કહેતા હતા

સોશિયલ મીડિયામાં પોલીસ કમિશનરની ફેક પ્રોફાઇલ બનાવનારા 2 ભેજાબાજોએ 2 વખત ફેક પ્રોફાઇલ થકી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાઇબર પોલીસે દિલ્હીથી પકડેલા 2 શખ્સને લઇ વડોદરા આવવા રવાના થઇ છે. ગત શનિવારે પોલીસ કમિશનર ડો.શમશેર સિંગની ફેક પ્રોફાઇલ બનાવી લોકોને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલો સીપી શમશેર સિંગના ધ્યાનમાં આવતાં તેમણે આ ફેક પ્રોફાઇલ ડિએક્ટિવેટ કરાવ્યું હતું અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા જણાવ્યું હતું.

સાયબર ક્રાઇમના પીએસઆઇ પી.એમ.રાખોલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 12 તારીખે તેઓ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા હતા ત્યારે બપોરે 3.45 વાગે કમિશનરના નામનું એકાઉન્ટ જોવા મળ્યુ હતું. જેમાં તેમનો યુનિફોર્મ વાળો ફોટો હતો અને યસ બેંકનો ખાતા નંબર લખાયેલો હતો. આ એકાઉન્ટ ફેક જણાતાં તે બંધ કરવાની કાર્યવાહી કરાઇ હતી.

ત્યારબાદ 13મીએ સાંજે 5 વાગ્યે કોઇએ ફરી કમિશનરનું ફેક આઇડી બનાવેલું જણાયું હતું અને આ ફેક આઇડી અગાઉ બનેલ ફેક પ્રોફાઇલ મુજબનું જ હતું. આ એકાઉન્ટ દ્વારા મેસેજ કરી લોકો પાસેથી પૈસાની માગણી કરી તે પૈસા મોબાઇલ નંબર પર ઇલેક્ટ્રોનિક વોલેટ દ્વારા જમા કરાવાનું કહેવાતું હતું. પોલીસે સીમ નંબર, મોબાઇલ અને યસ બેંકના ખાતા નંબરના આધારે તપાસ કરી દિલ્હીના 2 ગઠિયાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો