ભાયલી ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાંટમાંથી આરસીસી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર કચેરીમાં પહોંચી આત્મઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ સામાજિક કાર્યકર કલેક્ટર કચેરી ખાતે પહોંચતાં રાવપુરા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે ધીરૂભાઈ પરમારે જણાવ્યું હતું કે, ભાયલી ગ્રામ પંચાયતમાં 14 નાણાપંચની ગ્રાંટમાં વર્ષ 201717-18માં 5 આરસીસી રોડ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જેમાં મઢુલી વિસ્તારમાં 100 મીટર, ગૌતમભાઈની ગલીમાં 100 મીટર, નારણભાઈ વણઝારાને ત્યાં 150 મીટર અને હંસા વસાવાના ત્યાં 200 મીટર આમ 650 મીટર રોડ છે તે પૈકી 27 મીટર રોડ બનાવ્યાં છે. જ્યારે બાકીની ગ્રાંટ માટે ભ્રષ્ટાચાર થયો છે.
આ રોડ બનાવવા માટે અનેક વખત મુખ્યમંત્રી સુધી અરજીઓ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી તેનો કોઈ પ્રકારનો નિકાલ થયો નથી. જ્યારે ભ્રષ્ટાચારના કારણોથી ધીરૂભાઈ પરમારે કલેક્ટર કચેરીમાં શુક્રવારે પહોંચીને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ રાવપુરા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.