હુમલો:વડોદરાની સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દર્દીના મિત્રો અને સગા સાથે છૂટાહાથની મારામારી કરી, હુમલાખોર ત્રિપુટીની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રિપુટીએ સયાજી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી

વડોદરા શહેરમાં મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા દર્દીને સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ખસેડાયા બાદ સ્થળ પર પહોંચેલા હુમલાખોરોએ દર્દીના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે બોલાચાલી કરીને હોસ્પિટલમાં જ છૂટાહાથની મારામારી કરી તોડફોડ કરી હતી. આ મામલે રાવપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

અપશબ્દો બોલી મારામારી કરી
108 એમ્બ્યુલન્સમાં દર્દી કેફ જમાલુદ્દીન અન્સારી(રહે, તુલસીવાડી અશોકનગર, વડોદરા)ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે તેના સગા સંબંધીઓ અને મિત્રો પણ પહોંચ્યા હતા. તે સમયે કેટલાક અન્ય વ્યક્તિઓ તાત્કાલિક વિભાગમાં ધસી જઇને દર્દીના મિત્રો સાથે અપશબ્દો બોલી મારામારી કરી હતી. જેમાં એમ.એલ.ઓ. ઓફિસ નજીકનો દરવાજાનો કાચ તૂટી ગયો હતો.

સિક્યુરિટી ગાર્ડે હુમલાખોરોને પોલીસના હવાલે કર્યાં
સ્થળ પર દોડી આવેલા સિક્યુરિટી ગાર્ડે હુમલાખોર મોહમ્મદકામિલ અબ્દુલકલામ શેખ, આફતાબમહંમદ ઉવેશ શેખ અને સલાઉદ્દીન અબ્દુલહમીદ અન્સારી(ત્રણેય રહે, અશોકનગર, તુલસીવાડી, વડોદરા)ને ઝડપી પાડી રાવપુરા પોલીસને હવાલે કર્યાં હતા.

સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું
રાવપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી મિલકતના દરવાજાનો કાચ તથા ફર્નિચર તોડી આશરે રૂપિયા 14 હજારનું નુકસાન પહોંચાડવા તથા મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...