તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઉછીના લીધેલા 20 હજાર વ્યાજ સાથે આપ્યા છતાં વધુ નાણાં માગી હુમલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોરવાના યુવકની ભાયલીના વ્યાજખોર અને તેના મિત્ર સામે ફરિયાદ

પત્નીના શ્રીમંત માટે ઉછીના લીધેલા રૂા.20 હજાર વ્યાજ સાથે પરત આપ્યા હોવા છતા ભાયલીના વ્યાજખોરે પેનલ્ટીના નામે વધુ નાણા માગી યુવક પર ચાકૂ અને પાઈપથી હુમલો કર્યો હતો. યુવકે વ્યાજખોર અને તેના મિત્ર વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોરવા લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અન્ની મનસુખભાઈ સુથાર (ઉ.વ.26) ની ફરિયાદ અનુસાર, પત્નીના શ્રીમંત પ્રસંગે 12 જુલાઈઅે ભાયલીના નવઘણ દેહુભાઈ ભરવાડ પાસેથી રૂા.20 હજાર વ્યાજે લીધા હતાં. જે અઠવાડિયા પહેલા 4 હજારના વ્યાજ સાથે આપી દિધા હતાં.જો કે વ્યાજખોર નવઘણ ભરવાડે તેના પેનલ્ટીના પૈસા નિકળે છે તેમ કહી ઉઘરાણી કરી હતી.

ગુરુવારે સાંજના સાડા ચાર વાગે અન્ની ભાયલી વિસ્તારમાં હતો ત્યારે નવઘણ ભરવાડે પેનલ્ટીના પૈસા માગ્યા હતા. અન્નીએ તેની પાસે રૂપીયા ન હોવાથી તેને જે કરવું હોય તે કરે તેમ જણાવી દેતા નવઘણ ભરવાડે ફોન કરીને પોતાના મિત્ર વત્સલ હિતેશ ઠક્કર (રહે-કડોદરા,લક્ષ્મીપુરા)ને બોલાવ્યો હતો. બંને જણે અન્ની સુથારને લોખંડની પાઈપથી માર માર્યો હતો. જેમાં નવઘણ ભરવાડે ચાકૂ વડે અન્નીના માથાના ભાગે ઈજા પહોચાડી હતી. જેથી અન્નીએ વધુ માર ખાવામાંથી બચવા રૂા.18,700 નવઘણને આપી દિધા હતાં છતા બંનેએ મારમારવાનું ચાલુ રાખ્યો હતો. આખરે બુમાબુમ થતા આસપાસમાંથી લોકો આવી જતા બંને જણા ભાગી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...