તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દારૂ-ગાંજો વેચતો હોવાની વાત ફેલાવતાં ચાકૂથી હુમલો

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સમતા અમૃતનગરમાં બનેલો બનાવ

સમતા વિસ્તારમાં અમૃતનગરમાં હું ગાંજો કે દારૂ વેચતો નથી તેમ છતાં તું લોકોને કેમ કહે છે, તેમ કહી યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર હુમલો કરી તેને ઇજા ઈજાઓ પહોંચાડી હતી લક્ષ્મીપુરા પોલીસે હુમલાખોરની ચપ્પુ સાથે અટકાયત કરી હતી. સમતામાં અમૃતનગરમાં રહેતો આકાશ ઝા છાણી જકાતનાકા પાસે આવેલા કોલ સેન્ટરમાં નોકરી કરે છે. સોમવારે સાંજે આકાશ તેના ઘરે હતો તે સમયે અમૃતનગરની આગળની ગલીમાં રહેતા મયૂર ઉર્ફે ડુંગળી બહાદુરસિંગ મિરોલાએ તેને ફોન કરી જણાવ્યું હતું કે, હું ગાંજો કે દારૂ વેચતો નથી તેમ છતાં તું મયુર દારૂ તથા ગાંજો વેચે છે તેમ કેમ કહે છે.

જોકે આકાશે આમ ન કહ્યું હોવાનું જણાવતાં મયુરે તેણે ફોન પર ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલો મયુર સ્કૂટર લઇ તેના ઘર નજીક આવી ચડ્યો હતો અને ચપ્પુ વડે આકાશના પેટના ભાગે અને પાછળના ભાગે ઘા કર્યા હતા. મયુર ઉર્ફે ડુંગળીના હુમલામાં આકાશ ઈજાગ્રસ્ત થયો હતો.પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો