વિવાદ:11 હજારની ઉઘરાણીમાં સૂરજ ઉર્ફે ચૂઇનો પરિવાર પર હુમલો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાળી ખોલતા જ હથિયારથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી
  • આસપાસના​​​​​​​ લોકો આવી જતાં હુમલાખોર ભાગી ગયા

શહેરના બાપોદ વિસ્તારમાં 11 હજારની ઉઘરાણી માટે સૂરજ ઉર્ફ ચૂઇ કહાર અને અન્ય બુટલેગરોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેવ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મગનભાઈ નાથાભાઈ સોલંકી એ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘બુધવારે રાત્રે તે તથા તેમના પત્ની પુષ્પાબેન તથા દિકરી ઈલાબેન ઘરે સુતા હતા ત્યારે પુત્ર નીરવનો મિત્ર મહર્ષી બ્રહ્મભટ્ટ તેની સાથે બીજો એક માણસ પણ હોય તેઓ બુમો પાડીને બોલતા હતા કે જરી ખોલો. જાળી ખોલતાં જ એક ઇસમે મગનભાઇને જોરથી મોઢા પર મુક્કો માર્યો હતો અને કોઈ હથિયારથી હૂમલો કરતાં મગન સોલંકીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

આસપાસના લોકો આવી જતાં આરોપીઓ જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા. પુત્ર નિરવ મગનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. મગનભાઈની ફરિયાદના આધારે મહર્ષી બ્રહ્મભટ્ટ, સૂરજ ઉર્ફ ચુઇ કહાર અને અન્ય ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...