તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લક્ષ્મીપુરાના પીએસઓ અને મહિલા કોન્સ્ટેબલ પર હુમલો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફરિયાદ પર કાર્યવાહી કેમ નથી કરતા, કહી 3 જણનો હોબાળો

લક્ષ્મીપુરા પોલીસ મથકે શુક્રવારે રાત્રે મારી ફરિયાદ પર તમે લોકો કેમ કાર્યવાહી કરતા નથી, તેમ કહી ખુરશી-ટેબલ પછાડી હોબાળો મચાવી 3 શખ્સોએ પીએસઓને માથામાં ખુરશી મારી હતી તથા મહિલા કોન્સ્ટેબલને ટેબલ માર્યું હતું.

પોલીસ પર હુમલો કરનારા 2 ઝડપાયા, તક જોઈ1 ફરાર લક્ષ્મીપુરા પોલીસ મથકના વુમન કોન્સ્ટેબલ મીનાક્ષીબેન નરેન્દ્રપ્રસાદે કિશોર ઉર્ફે કેશવ મોહન માંડલિક, અર્જુન ઉર્ફે માંચી કુંવર માંડલિક અને માધવ માંડલિક સામે ફરિયાદ નોંધાવી હતી. સમતા વ્રજભૂમિ સોસાયટીમાં ઈશ્વર માંડલિકને મનોજ નેપાળી અને બીજા 4 જણા મારવા આવ્યા છે, તેવી વર્ધી મળતાં તેઓ ફોન કરનાર કેશવ, અર્જુન, શૈલેષ રાવળ તથા સંજય ઠાકુરને પોલીસ સ્ટેશન લાવ્યાં હતાં. તે સમયે અર્જુને પોલીસ કર્મીઓને અમારી ફરિયાદમાં તમે કોઈ કાર્યવાહી કેમ કરતા નથી, તેની સાથે માધવ માંડલિક પણ બૂમાબૂમ શરૂ કરી હતી. તેથી હે. કો. રાજેશભાઈએ શાંતિ રાખવાનું જણાવતાં તેઓ ઉશ્કેરાયા હતા અને ત્રણેયેે હોબાળો મચાવ્યો હતો. તે પછી કેશવે ખુરશી ઉપાડી પીએસઓને માથામાં ફટકારી હતી, જ્યારે મહિલા કોન્સ્ટેબલને પણ પગમાં ટેબલ મારી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તે સમયે પોલીસનો અન્ય સ્ટાફ આવી જતાં કેશવ અને અર્જુનને પકડી લીધા હતા, જ્યારે માધવ ફરાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો