વિવાદ:બિલ બાકી હોવાથી જોડાણ કાપી નાખતાં વીજ કર્મીઓ પર હુમલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાઘોડિયા રિંગ રોડ આદિત્ય હાઇટ્સ સોસાયટીમાં બનેલો બનાવ
  • સોસાયટીના રહીશનું રૂા.10,368 બિલ બાકી હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ જોડાણ કાપવા પહોંચતાં માથાકૂટ કરી

શહેરના વાઘોડીયા ડભોઇ રીંગ રોડ પર આવેલી આદિત્ય હાઇટસ સોસાયટીમાં વીજ બિલ નહી ભરનારા ગ્રાહકોએ વીજ કંપનીના કર્મચારીઓ સાથે ઝઘડો કરી છુટા હાથની મારામારી કરી હતી. પાણીગેટ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી. માંડવી સ્થિત જીઇબીના સબ ડિવીઝનમાં જુનિયર આસિ.તરીકે નોકરી કરતાં ચિરાગ મહેશભાઇ પટેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને ઇન્દ્રપુરી સબ ડિવીઝનમાંથી રીકવરી માટે વાઘોડીયા રીંગ રોડ પર અલગ અલગ સોસાયટીમાં મોકલતાં તેઓ અને અન્ય કર્મચારી રઝાકઅલી ઇસ્માઇલભાઇ મનસુરી, ભુરાભાઇ પુનાભાઇ ભાભોર સાથે બિલ રીકવરી માટે સોસાયટીઓમાં ગયા હતા.

દરમિયાન આદિત્ય હાઇટસ સોસાયટીમાં રહેતા અજય તારાચંદ શાહનું 10368 રુપીયા બિલ બાકી હોવાથી તેમના ઘેર ગયા ત્યારે ઘેર એક મહિલા મળી હતી જેથી તેમને બાકી નાણાં અંગે જણાવતાં મહિલાએ મોક્ષેશ શાાહને ફોન કરતા મોક્ષેશ શાહે તેમની પત્નીએ 4500 રુપીયાનુ પેમેન્ટ કર્યું છે તેમ કહેતા તેમણે ખાત્રી કરવા તપાસ કરી હતી. તપાસમાં વીજ ગ્રાહકે કોઇ પેમેન્ટ કર્યું નથીતેમ જણાવાતા ચિરાગ પટેલે પેમેન્ટ કરો અથવા કનેકશન કાપવું પડશે તેમ કહેતાં મહિલાએ વીજ કનેકશન બંધ કરવાનું કહેતા તેમણે વીજ કનેકશન કાપી નાખ્યું હતું

​​​​​​​ત્યારબાદ મોક્ષેશ શાહ અને તેમના સગા મોસમ શાહ આવી ગયા હતા અને કાપી નાખેલું વીજ કનેકશન ફરી ચાલુ કરી આપો તેમ કહી ઝઘડો કરી તમામ કર્મચારીઓ સાથે છુટાહાથની મારામારી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.પોલીસે બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...