તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ફલેટ સીલની કાર્યવાહીમાં મહિલા PSI પર હુમલો, લોન ન ભરતા ફ્લેટ સીલ કરવા ટીમ ગઇ હતી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાલિક મહિલા સામે ગુનો નોંધી અટકાયત

શહેરના સમા-સાવલી રોડ પર આવેલી ઓસિસ રેસીડેન્સીમાં ફ્લેટ સીલ કરવા માટે ફ્લેટ પર પહોંચી હતી. ત્યારે મકાનમાલિક મહિલાએ ટીમ સાથે ઉગ્ર ઝઘડો કરી મહિલા પીએસઆઇ સાથે ધક્કામુક્કી કરીને હુમલો કર્યો હતો પોલીસે ગુનો નોંધી મહિલાની અટકાયત કરી હતી.

સમા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ આર રાઠોડ એ આ મામલે પોલીસમાં સમા-સાવલી રોડ પર કેનાલ પાસે આવેલી ઓસિસ રેસીડેન્સીમાં રહેતી મહિલા પૂજા વિનોદભાઈ મોટવાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે મંગળવારે તેઓ નાયબ મામલતદાર પી.બી ગોહિલ અને વિજયા બેન્ક ના મેનેજર વિનોદભાઈ નાયક તથા બેંક ઓફ બરોડાના મેનેજર રાકેશકુમાર સાથે વિનોદ જીવતરામ મોટવાણી અને પૂજા વિનોદભાઈ મોટવાણીના ફ્લેટ પર પહોંચ્યા હતા. તેઓ લોનના બાકી પડતા પૈસા ભરતા ન હતા જેથી બેંક સત્તાધીશોએ જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરી મિલકતનો કબજો સોંપવાનો ની અરજી કરી હતી જેથી બેંક અધિકારીઓની ટીમ અને પોલીસની ટીમ આ ફ્લેટ પર પહોંચી હતી. જયાં ફ્લેટ સીલ કરવાનો હોવાનું જણાવી પુજાને ઘરની બહાર નીકળવાનું કહેતા મહિલા પીએસઆઇ સાથે ઝઘડો કરી ધક્કામુક્કી કરી હતી અને અચાનક હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser