તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લગ્ન કરવાની કેમ હા પાડે છે તેમ કહી યુવક પર હુમલો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુવતીને છૂટાછેડા આપ્યા બાદ તેના અન્ય યુવક સાથે લગ્નની વાત નક્કી થતાં પૂર્વ પતિએ તેં લગ્ન કરવાની હા કેમ પાડી તેમ કહી યુવક પર હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાઈ છે. આજવા રોડ કમલાનગર પાસે રહેતા રમેશ વસાવાના લગ્ન થયા બાદ વિવાદ થતાં પતિ રમેશ અને પત્નીએ છૂટાછેડા લીધા હતા.

દરમિયાન આજવા રોડ પર ખટ્ટી આમલી પાછળ નવી વસાહતમાં રહેતા ઘનશ્યામ વસાવા સાથે છૂટાછેડા લેનાર યુવતીના લગ્નની વાત થઇ હતી. આ અંગેની જાણ પૂર્વ પતિ રમેશ વસાવાને થતાં તે ઘનશ્યામ વસાવાના ઘરે ધસી ગયો હતો. જ્યાં રમેશે તેં લગ્ન કરવાની હા કેમ પાડી તેમ કહેતાં ઘનશ્યામ સાથે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા રમેશે ઘનશ્યામ વસાવા પર લોખંડની પાઇપ વડે હુમલો કરતાં ઘનશ્યામને માથામાં ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...