લોહીયાળ ચૂંટણી:સંતરામપુરમાં ચૂંટણીની પૂર્વ રાત્રિએ કોંગ્રેસના 3 ટેકેદારો પર હથિયારો વડે હિંસક હુમલો, હાથ પગ તોડીને માથા ફોડ્યા, ભાજપના ઉમદવારે હુમલો કર્યો હોવાના આક્ષેપ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ટેકેદારોને ઇજાગ્રસ્ત હાલતમાં સંતરામપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા - Divya Bhaskar
કોંગ્રેસના ટેકેદારોને ઇજાગ્રસ્ત હાલતમાં સંતરામપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા
  • ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સંતરામપુરની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા
  • ભાજપના ઉમેદવારે હુમલો કર્યો હોવાના કોંગ્રેસના આક્ષેપ, સંતરામપુર પોલીસે તપાસ હાથ ધરી

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના 3 ટેકેદારો ઉપર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલો ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે. ઇજાગ્રસ્ત 3 લોકોને મધ્યરાત્રિ બાદ સંતરામપુરની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ટેકેદારો પર મોડી રાત્રે હુમલો
કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પ્રકાશ કટારા તેમજ તેઓના પુત્ર કલ્પેશ કટારા તેમજ શંકર માનસિંગ તાવિયાડ, સુરેશ પગજી અને રામસિંગ વિરસિંગ સહિતના લોકોએ ભેગા મળીને ઈનોવા કારમાં આવ્યા હતા અને મહીસાગર જિલ્લા પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને મોટા અંબેલા ગામના વિક્રમભાઇ કેહરાભાઇ પારગી, સંતુભાઈ ધનાભાઈ અને ભરત અખમભાઇ પારગી પર હથિયારો સાથે હુમલો કર્યો હતો. ત્રણેયના હાથ-પગ તોડી નાખી માથામાં મારતાં ઇજાગ્રસ્ત હતા.

ભાજપના ઉમેદવારે હુમલો કર્યો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે
ભાજપના ઉમેદવારે હુમલો કર્યો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે

કોંગ્રેસના ઉમેદવાર હોસ્પિટલમાં દોડી આવ્યા
ત્રણેય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાત્રિના એક વાગ્યે સંતરામપુર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર હરજીવનભાઇ પટેલ સહિત અગ્રણીઓ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવાર કરાવી પોલીસને આ બાબતે જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના 3 ટેકેદારો ઉપર જીવલેણ હુમલો થયો હતો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના 3 ટેકેદારો ઉપર જીવલેણ હુમલો થયો હતો
હોસ્પિટલમાં કોંગ્રેસના સમર્થકો અને ઇજાગ્રસ્તના પરિવારજનોના ટોળા ઉમટ્યા હતા
હોસ્પિટલમાં કોંગ્રેસના સમર્થકો અને ઇજાગ્રસ્તના પરિવારજનોના ટોળા ઉમટ્યા હતા
108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવાયા હતા
108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવાયા હતા

(અહેવાલઃઇલિયાસ શેખ, સંતરામપુર)