તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લારીવાળા પાસે હપ્તો માગીને હુમલો,રોકડ- મોબાઇલની લૂંટ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છાયાપુરી સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ
 • પિતા અને મિત્ર વચ્ચે પડતા તેમને પણ માર્યા : 4 સામે ફરિયાદ

છાણીના છાયાપુરી વિસ્તારમાં અસામાજિકોનો ત્રાસ વધી રહ્યો છે. શુક્રવારે રેલવે સ્ટેશનના ગેટ પાસે ચાની લારી ધરાવતા યુવક પાસે હપ્તો ઉઘરાવવા આવેલા ચાર જણાએ યુવક સહિત ત્રણને માર મારી રોકડ અને મોબાઇલ ફોન મળી 13 હજારની મતાની લૂંટ ચલાવી હતી, પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

છાયાપુરી સ્ટેશનની સામે ચાની લારી ધરાવતા છાણીના અંકિત કમલભાઈ પરમારે છાણી પોલીસમાં આણંદ નાપાડમાં રહેતા શબ્બીર રાણા, છાયાપુરીમાં રહેતા જહાંગીર રાણા તથા મોહસીન ઉર્ફે મોસલો રાણા અને અન્ય અજાણ્યા સામે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે લારી પર હતો ત્યારે છાયાપુરી વિસ્તારમાં દાદાગીરી કરી લારીાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો સમીર રાણા, જહાંગીર રાણા અને મોહસીન સહિત ચાર જણા ત્યાં પાઇપ અને દંડા લઇને આવ્યા હતા અને આવીને તેને સીધો પાઇપથી માર મારવાનું શરૂ કર્યો હતો ત્યારે તેના પિતા કમલભાઈ વચ્ચે પડતાં ચારે જણાએ તેના પિતાને પણ માર માર્યો હતો. તે સમયે તેનો મિત્ર મોહસીન પણ આવતા તેણે બચાવવાની કોશિશ કરી હતી જેથી ચારે જણાએ તેને પણ માર માર્યો હતો અને લારીના ગલ્લા માંથી 7 હજાર રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન મળી 13 હજારની મતા લૂંટી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો