કામગીરી શરૂ:અટલાદરામાં રોજ 50 મેટ્રિક ટન પ્લાસ્ટિકનો કચરો રિસાઇકલ થશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પ્લાન્ટમાં કામગીરી શરૂ

વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે રૂ. 8 કરોડના ખર્ચે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ટ્રાન્સપોર્ટેશન અને રિસાયક્લિંગ કરવાની કામગીરી શરૂ કરી છે. આ પ્લાન્ટમાં પ્રતિ દિવસ 50 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરી તેનો રીયુઝ કરી શકાશે.

ગુરુવારે મેયર કેયુર રોકડીયા સહિતના મહાનુભવોએ આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. શહેરમાંથી એકત્ર થતા પ્લાસ્ટિકને રોજ 50 મેટ્રિક ટનની ક્ષમતામાં પ્રોસેસ કરવામાં આવશે. જેના કારણે પ્લાસ્ટિકને ફરીથી ઉપયોગમાં લઇ શકાશે. પીપીપી મોડલ થકી પ્રોજેકટનું અમલીકરણ થવાથી પ્લાન્ટ કન્સ્ટ્રક્શન ખર્ચનું ભારણ થશે નહીં.આ પ્લાન્ટથી ઘાણા ફાયદા થશે જેમ કે, લેન્ડફિલ, જળ સ્રોતો અને કુદરતી પર્યાવરણમાં જતા પ્લાસ્ટિક કચરાને ઘટાડે છે તેમજ ગ્રીનહાઉસ ગેસ અને પ્રદુષણમાં ઘટાડો નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...