તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • At Vadodara Laxmipura Police Station, A Defiant Trio Attacked A Police Convoy, Hitting A Woman Constable In The Leg With A Wooden Stick.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વડોદરા લક્ષ્મીપુરા પોલીસ મથકમા માથાભારે ત્રિપુટીએ પોલીસ જવાનો પર હુમલો કર્યો, મહિલા કોન્સ્ટેબલના પગમાં લાકડાના ફટકા માર્યા

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં તોફાનીઓએ ધમાલ મચાવી હતી.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં તોફાનીઓએ ધમાલ મચાવી હતી.(ફાઈલ તસવીર)
 • હુમલાખોરો પૈકી બે તોફાનીઓને પોલીસ જવાનોએ ઝડપી પાડ્યાં

શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકમાં તમે ફરિયાદમાં કોઈ કાર્યવાહી કરતા નથી. તેમ જણાવી માથાભારે ત્રિપુટીએ પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર પોલીસ જવાનો ઉપર ખુરશી ટેબલ ઉગામ્યા હતા. અને પીએસઓના માથામાં લાકડાની ખુરશી ફટકારી હતી. જ્યારે પી.સી.આર. વાનના મહિલા કોન્સ્ટેબલને પગમાં લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડી હતી. જોકે, બે પોલીસ કર્મીને ઉજા પહોંચાડનાર હુમલાખોરો પોલીસ મથકમાં વધુ તોફાન મચાવે તે પહેલાં દોડી આવેલા પોલીસ જવાનોએ હુમલાખોરો પૈકી બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થઇ ગયો હતો.

ફરિયાદ નથી નોંધતા કહી હુમલો કર્યો
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનો હદ વિસ્તારમાં પી.સી.આર વાનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી કે, "સમતા વ્રજભૂમિ સોસાયટીમાં મનોજ નેપાળી અને બીજા ચાર ઈસમો મને મારવા આવે છે". પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં વર્દી લખાવનાર કેશવ તથા અર્જુન ઉર્ફે માહી કુવર માંડલીક , શૈલેષકુમાર ગોવિંદભાઈ રાવળ તથા સંજય પ્રેમ પ્રકાશ ઠાકોર મળી આવ્યા હતા. જેથી પોલીસ તેઓને પોલીસ મથક લઈ આવી હતી.

બે પોલીસ કર્મીને ઈજાગ્રસ્ત કર્યા
અર્જુન માંડલીકે ફરજ ઉપર પોલીસ જવાનોને જણાવ્યું હતું કે અમારી ફરિયાદના અંગે તમે કોઈ કાર્યવાહી કરતા નથી. તેમ જણાવી હોબાળો મચાવ્યો હતો. અને કેશવ તથા અર્જુને ફરજ ઉપરના
પોલીસ જવાનો ઉપર પોલીસ મથકનીજ ખુરીશીથી હુમલો કર્યો હતો. જેમાં માધવ માંડલીકે લાકડાની ખુરશી પી.એસ.ઓ પોલોસ કર્મીના માથામાં મારી હતી. તેમજ અર્જુન માંડલીકે લાકડાનું ટેબલ પી.સી.આર વાનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ મીનાક્ષીબેન નરેન્દ્ર પ્રસાદને પગમાં ફટકારી હતી. ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મીઓને સારવાર આપવામાં આવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસ મથકમાં હોબાળો મચાવનાર અને ફરજ ઉપરના પોલીસ જવાનો ઉપર હુમલો કરાતા અન્ય પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને હુમલાખોરો પૈકી કિશોર માંડલીક અને અર્જુન માંડલીકને ઝડપી પાડ્યા હતા. જ્યારે માધવ માંડલીક ફરાર થઇ ગયો હતો. લક્ષ્મીપુરા પોલીસે આ બનાવ અંગે કિશોર માંડલીક, અર્જુન માંડલીક અને માધવ માંડલીક સામે (ત્રણેવ રહે - વ્રજભૂમિ સોસાયટી ,સમતા, વડોદરા ) વિરુદ્ધ સરકારી કામમાં દખલગીરી , કર્મચારી પર હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એકટીવા બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો
માધવ માંડલિક એ લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મારા નાના ભાઈ કિશોરની સાથે અમન થાપા નામના વ્યક્તિની એકટીવા નહીં આપવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ અમન થાપા, મોન્ટુ ઉર્ફે પ્રિતમ અને મનોજ નેપાળી તલવાર લઈને મારા ઘરે પહોંચ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તેઓ નાસી છૂટયા હતા ત્યારબાદ ફરી હું રાત્રે ઘરે હાજર હતો તે સમયે અમન થાપા (રહે -વૈકુંઠ ,સમતા, વડોદરા ), મોન્ટુ ઉર્ફે પ્રિતમ( રહે- અટલાદરા), ચીરાગ દરજી (રહે- અમૃતનગર, સમતા ,વડોદરા) અને સનિયો ( રહે- ગોરવા , વડોદરા) કાર લઇ ઘસી આવ્યા હતા. મારી અને કિશોર સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન કિશોરને આંગળી પર ઈજા પહોંચી હતી અને હુમલાખોરોએ જયંતિ મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ચારેય હુમલાખોરો વિરુદ્ધ મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો