તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • At The General Meeting Of The Corporation In Vadodara, The Congress Councilor Remarked That The Leader Of The Ruling Party Had Passed Std 10.

સભામાં હોબાળો:વડોદરામાં પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલરે શાસક પક્ષના નેતા ધો-10 પાસ હોવાની ટીપ્પણી કરતા હોબાળો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયરે મધ્યસ્થી કરાવીને કોંગ્રેસના કાઉન્સિલર પાસે માફી મંગાવતા મામલો થાળે પડ્યો

વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ડોક્યુમેન્ટ મૂકવા માટે વિપક્ષે અલગથી ખુરશી મંગાવતા સત્તાધારી પક્ષના નેતાએ વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. સભામાં કોંગ્રેસના કાઉન્સિલરે શાસક પક્ષના નેતાને ધો-10 પાસ હોવાની ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. જોકે, મેયરે મધ્યસ્થી કરાવીને કોંગ્રેસના કાઉન્સિલર પાસે માફી મંગાવતા મામલો થાળે પડ્યો હતો.

કોંગ્રેસે દસ્તાવેજો મૂકવા અલગથી ખુરશી મંગાવતા હોબાળો
પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી નેતા અમી રાવત અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ) શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચાના દસ્તાવેજો તૈયાર કરીને આવ્યા હતા. આ દસ્તાવેજો મૂકવા માટે તેઓએ અલગથી ખુરશી મંગાવતા શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચિયાએ વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. શાસક પક્ષ ભાજપના નેતાએ ખુરશીનો વિરોધ કરતા કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે શાસક પક્ષના નેતાને ધો-10 પાસ છો. તેવી ટીપ્પણી કરતા ભાજપાના તમામ કાઉન્સિલરો પોતાની જગ્યામાં ઉભા થઇ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

સામાન્ય સભાની કાર્યવાહી ખોરંભે પડી ગઇ
સામાન્ય બાબતમાં ભાજપ અને કોંગ્રેસ કાઉન્સિલરો આમને-સામને આવી જતાં શહેરના પ્રશ્નો માટે મળતી સામાન્ય સભાની કાર્યવાહી ખોરંભે પડી ગઇ હતી. મામલો ઉગ્ર બનતા અને સભાનું કામ કાજ રોકાઇ જતા મેયરે મધ્યસ્થ બની કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડ પાસે માફી મંગાવતા મામલો થાળે પડ્યો હતો. મામલો થાળે પડ્યા બાદ વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોએ શહેરમાં દૂષિત પાણી, રોગચાળો અને ખખડધજ થઇ ગયેલા રસ્તાઓ જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ શાસક ભાજપાને ભીંસમાં લીધું હતું.

વિપક્ષે રોગચાળો, રસ્તાઓના પ્રશ્નો ઉઠાવી શાસક ભાજપને ભીંસમાં લીધુ
કોંગ્રેસના કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, શાસક પક્ષ ભાજપને વિપક્ષના પ્રશ્નોનો સામનો કરવો ન પડે તે માટે સભાને આડાપાટે લઇ જવાનો ભાજપાએ પ્રયાસ કર્યો હતો. ખુરશી મૂકવાની સામાન્ય બાબતને મુદ્દો બનાવી સભાનો સમય ભાજપ દ્વારા બગાડવામાં આવ્યો હતો. વિપક્ષે શહેરમાં મળી રહેલા દૂષિત પાણી, શહેરમાં ફાટી નીકળેલો રોગચાળો, રસ્તાઓ જેવા પ્રશ્નો ઉઠાવી શાસક ભાજપને ભીંસમાં લીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...