તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજો રાઉન્ડ થશે:આરટીઈના બીજા રાઉન્ડના અંતે 114 બેઠકો ખાલી રહી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા રાઉન્ડમાં 290 છાત્રોએ પ્રવેશ મેળવ્યો
  • 246 વાલીઓએ મનપસંદ શાળા ન હોવાથી અરજી કરી નહતી

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બીજા રાઉન્ડના અંતે 114 બેઠકો ખાલી રહી છે. બીજા રાઉન્ડમાં 290 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, હવે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે મનપસંદ શાળા ન મળવાને કારણે 246 જેટલા વાલીઓ દ્વારા અરજી કરવામાં આવી નહોતી. બીજી તરફ કુલ 360 જેટલી જગ્યાઓ ખાલી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક રીતે પછાત અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને ધોરણ 1માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે આરટીઇની પ્રવેશ કાર્યવાહી મોડી શરૂ કરવામાં આવી હતી. આરટીઇમાં પ્રથમ રાઉન્ડમાં 3500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે 650 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. જેમાંથી બીજા રાઉન્ડ માટે 404 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.

જોકે 246 જેટલા વાલીઓએ મનપસંદ શાળા ના હોવાથી અરજી જ કરી ના હતી. સોમવારના રોજ બીજા રાઉન્ડ માટે છેલ્લો દિવસ હતો. જેમાં 404 વિદ્યાર્થીઓમાંથી 290 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે 114 જેટલી બેઠકો ખાલી રહી હતી. જેથી હવે કુલ 360 જેટલી જગ્યા ખાલી પડી છે. જેના કારણે આરટીઇનો ત્રીજો રાઉન્ડ પણ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જોકે હવે વાલીઓ બાકી બચેલી જગ્યાઓમાં પ્રવેશ લે તેવી શક્યતાઓ ઓછી છે. કારણ કે વાલીઓને મનપંસદ શાળા ના મળે અથવા તો શાળા ઘરેથી દૂર મળે તેવા કિસ્સામાં વાલીઓ પ્રવેશ લેવાનું ટાળતા હોય છે, જેના કારણે બેઠકો ખાલી રહેતી હોય છે. વર્તમાન પરિસ્થિતિમાં 360 જેટલી બેઠકો આરટીઇમાં બીજા રાઉન્ડ પછી પણ ખાલી પડી છે.

અન્ય સમાચારો પણ છે...