કોરોના વડોદરા LIVE:સયાજી હોસ્પિટલનો કોરોના વોર્ડ ફરી એકવાર દર્દીઓથી મુક્ત, છેલ્લા દર્દીને ડિસ્ચાર્જ આપ્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તવસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તવસવીર
  • વડોદરા શહેરની હોસ્પિટલોમાં 39 દર્દીને સારવાર અપાઈ રહી છે
  • આજે નવા 10 કેસ, વધુ 21 દર્દીને હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ અપાયો

સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું છે કે, ત્રીજા વેવમાં વડોદરામાં હવે કોવિડના દર્દીઓની સંખ્યા એક આંકડામાં (સિંગલ ડિજિટ) સમેટાઈ ગઈ છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ છેલ્લો દર્દી પણ સાજો થતા તેને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. જેની સાથે હાલમાં દાખલ દર્દી સંખ્યા શૂન્ય થઇ ગઇ છે અને વોર્ડ દર્દીઓથી મુક્ત બન્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 10 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,828 પર પહોંચી ગઇ છે. વધુ 21 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં કુલ 1,33,001 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 756 પર પહોંચ્યો છે.

એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 71 થઈ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 71 થઇ ગઇ હતી. હાલમાં વેન્ટિલેટર પર 2 દર્દી સારવાર લઇ રહ્યો છે અને 8 દર્દી ઓક્સિજન પર છે. હાલ હોસ્પિટલોમાં 39 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 40 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે હરણી, છાણી, એકતાનગર, દિવાળીપુરા, મકરપુરા, ગોત્રીઅને અકોટા વિસ્તારમાં નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો આજે પૂર્વ ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 3 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...