ચમકારો:શરદઋતુના પ્રારંભે જ ઠંડીનો પારો 160 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર-પૂર્વના ઠંડા પવનોઅે તીવ્રતા વધારી
  • લઘુતમ તાપમાનનો પારો વધુ 1.4 ડિગ્રી ગગડ્યો

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે સીઝનમાં પહેલી વખત સોમવારના રોજ ઠંડીનો પારો 1.4 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાતા શહેરીજનો ઠુંઠવાયા હતાં. બપોરે સુર્યના કિરણોની તીવ્રતા ઘટતા ગરમીનું પ્રમાણ પણ ઓછું થયું છે.જ્યારે સાંજ પડતા જ ઠંડા પવનોના કારણે વાતાવરણ ઠંડુ થઈ જાય છે. રવિવારના રોજ રાતના સમયે ઠંડા પવનોની તીવ્રતા વધુ હોવાથી પારો 16 ડિગ્રીએ પહોંચી જતા લોકોને તાપણું કરવું પડ્યું હતું.

એકાએક ઠંડીનું પ્રમાણ વધી જવાના પગલે લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી દિધી છે. જ્યારે શિયાળાની શરૂઆતમાં જ ઠંડીની તીવ્રતા વધતા ચાલુ વર્ષે ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં પહોચે તેવી પણ સંભાવના હવામાન શાસ્ત્રીઓ સેવી રહ્યાં છે.ઉલ્લેખનિય છે કે, આ પહેલા છેલ્લા બે દિવસ ઠંડીનો પારો 3 ડિગ્રી ઘટીને 17 ડિગ્રી સુધી પહોચી ગયો હતો.

સોમવારે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 33.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 8:30 કલાકે 69 ટકા અને સાંજે 5:30 કલાકે 28 ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વની દિશાથી એવરેજ 9 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...